Last Updated on April 5, 2021 by
મુંબઈ હાઈકોર્ટના નિર્ણય પછી એનસીપીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. અનિલ દેશમુખની ખુરશી ખતરામાં આવી હતી, આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું છે. મુંબઈ પોલીસન પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા આજે સોમવારે બોમ્બે હાઇકોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. 100 કરોડ્ડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રી પદ પરથી અનિલ દેશમુખે રાજીનામું આપ્યું
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો પર બોમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. જોકે, સીબીઆઈ હાલ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ નહીં કરે. પરમબીર સિંહની અરજી પર ચુકાદો આપતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ મામલે એફઆઈઆર થઇ છે. પોલીસને તપાસ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું છે કે અનિલ દેશમુખ પર આરોપો લાગ્યા છે અને તે રાજ્યના ગૃહમંત્રી છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય. એટલે સીબીઆઈએ સમગ્ર કેસની તપાસ કરવી જોઈએ.
નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર ન રહી શકાય
Maharashtra Home Minister Anil Deshmukh submits resignation to Chief Minister Uddhav Thackeray: NCP sources
— ANI (@ANI) April 5, 2021
(file photo) https://t.co/eCgxRuepwN pic.twitter.com/SsfsFpXNbC
બોમ્બે હાઇકોર્ટે આદેશ કર્યો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ જેમાં તમામે સહકાર આપવો જોઈએ. 15 દિવસમાં સીબીઆઈના ડાયરેક્ટરને એક રિપોર્ટ સોંપવામાં આવશે. જો સીબીઆઈની રિપોર્ટમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેસ મજબૂત બને છે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.
The Court has directed CBI to conduct a preliminary probe within 15 days & proceed on the basis of findings. Given HC's decision, he should resign: Former Maharashtra CM Devendra Fadnavis on Bombay HC's decision in corruption allegations against Maharashtra HM Anil Deshmukh pic.twitter.com/5WcpvJs2pH
— ANI (@ANI) April 5, 2021
શું છે સમગ્ર વિવાદ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની ટ્રાન્સફર કરવામાં આવી ત્યાર બાદ તેમણે એક ચિઠ્ઠી લખી હતી જેમાં અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાંથી 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરમવીર સિંહે અનિલ દેશમુખ પર આ સિવાય પણ અનેક આરોપો લગાવ્યા હતા.
પરમવીર સિંહે સૌ પહેલા આ મામલે સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા માર્યા હતા પરંતુ સર્વોચ્ય અદાલતે તેમને પહેલા હાઈકોર્ટ જવા કહી દીધું હતું.
RED ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31