GSTV
Gujarat Government Advertisement

જો તમે આ પાડોશી રાજ્યમાં ફરવા જાઓ છો તો જાણો આ મહત્વની વાત, ત્યાની સરકારે પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ કર્યો ફરજીયાત

Last Updated on April 5, 2021 by

દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ

દેશમાં કોરોનાનાં 6 લાખ 91 હજાર 597 એક્ટિવ કેસ

જે કુલ ચેપગ્રસ્ત લોકોનો 5.54 ટકા છે.રાજસ્થાનમાં કોરોના વાયરસનાં કેસ વધતા રાજ્ય સરકારે રવિવારે પ્રતિબંધો કડક બનાવી દીધા છે, સરકારે કહ્યું  કે રાજ્યમાં પ્રવેશ કરનારા  અને રાજ્યની બહાર પ્રવાસ કરનારા લોકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે.

તે ઉપરાંત રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને નાઇટ કર્ફ્યું લગાવવાની મંજુરી આપી દીધી છે, સરકારે કહ્યું  કે રાતનાં 8 વાગ્યા પહેલા અને સવારનાં 6 વાગ્યા બાદ કર્ફ્યું માટે સરકારની મંજુરી લેવી પડશે.  

સવારનાં 6 વાગ્યા બાદ કર્ફ્યું માટે સરકારની મંજુરી લેવી પડશે

રાજ્ય સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટપ્લેક્સ, મનોરંજન પાર્ક બંધ રાખવામાં આવશે. સ્વિમિંગ પુલ્સ, જીમને ફઓલવાની પણ પરવાનગી નહીં હોય, ત્યાં જ સામાજીક, રાજનૈતિક અને સાંસ્કૃતિક, ધાર્મિક-જાહેર કાર્યક્રમોમાં લોકોની  હાજરીને 50 ટકા સુધી મર્યાદિત કરી દીધી છે.

કોરોના

જ્યારે લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ હાજર રહી શકશે, અને ત્યાં પણ કોવિડ નિયમોનું પાલન કરવું પડશે, નિયમ તોડનારા મેરેજ હોલ અને હોટેલ્સને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33