Last Updated on April 4, 2021 by
દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. રોજના 70થી 80 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. ગત 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 200થી વધુ લોકોના મોત થયા છે. મુંબઈમાં પણ 11 હજારથી વધુ કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેથી ઉદ્ધવ સરકાર ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 57,074 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 222 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન 27,508 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં 4,30,503 કેસ એક્ટિવ છે.
સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના દર્દીનો આંકડો 30,10,597એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 55,878એ પહોંચ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,22,823 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર
મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે મુંબઈમાં કોરોનાના 11163 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે વધુ 25 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં વીકેન્ડ દરમિયાન કર્ફ્યૂ
સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પૂરા મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ સરકારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રમાં સોમવારથી નાઇટ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ વીકેન્ડ પર લોકડાઉન રહેશે. શુક્રવારના રાત્રિના 8 વાગ્યાથી સોમવારના સવારના 7 વાગ્યા સુધી સખત લોકડાઉન રહેશે. કોરોનાને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે. જેને આવતી કાલ સાંજના 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ રહેશે અને દિવસભર કલમ 144 લાગુ રહેશે, જે અંતર્ગત 5થી વધારે લોકો પણ એકત્ર થઇ શકશે નહીં.
મોલ, રેસ્ટોરન્ટ, બાર બંધ
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે મોલ, રેસ્ટોરન્ટ અને બાર વગેરેને બંધ કરવામાં આવશે. જો કે પાર્સલની વ્યવસ્થા શરૂ રહેશે. ખૂબ જ જરૂરી સેવાઓ પણ શરૂ રહેશે. સરકારી કાર્યાલય અને ઓફિસ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. આખી ઇન્ડસ્ટ્રી ચાલુ રહેશે. વર્કરો પર કોઈ પ્રતિબંધ નહીં હોય. કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં વર્કરોના રહેવાની સુવિધા છે, તે કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ રહેશે.
Also Read:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31