GSTV
Gujarat Government Advertisement

કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદીઓ ચિંતામાં, રેમડેસિવર ઈન્જેક્શન લેવા લોકોની પડાપડી

Last Updated on April 4, 2021 by

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરીથી કોરોના વકર્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે રેમડેસિવર ઈન્જેક્શનની માંગમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. સવારથી 200થી પણ વધુ લોકોએ ઈન્જેક્શન માટે લાઈન લગાવી હતી. અહીં આવતા લોકોને કોરોનાની રામબાણ દવા ગણાતા ઈન્જેક્શન મળે તે માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા બહાર મોંઘા મળતા રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યાં છે. જેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઈન્જેકેશન લેવા માટે આવી રહ્યાં છે. જો કે, હોસ્પિટલમાં આટલી મોટી લાઈન લાગ્યા બાદ સમજી શકાય છે કે, કોરોનાથી અમદાવાદમાં કેટલાં લોકો ક્રિટિકલ હશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની ફરજ પડી છે.અમદાવાદ શહેરના બોડકદેવ સહિતના આ પાંચ વોર્ડમાં મળીને કુલ 55 સ્થળ એવા માલૂમ પડયા છે.જયાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ વોર્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાયો

શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી રોજ 600 ઉપરાંત કોરોનાના કેસ નોંધાતા સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ વોર્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી જે સ્થળોએ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા ટાવરોની એક યાદી તૈયાર કરી આ ટાવરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

નોંધપાત્ર બાબત તો એ છે કે, મ્યુનિ.તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કોરોના સંક્રમણ વાળા વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ મ્યુનિ.ના જ એક ઉચ્ચ અધિકારીએ આ યાદી જાહેર થઈ જતા તેને મિડીયા ગ્રુપમાંથી ડીલીટ કરી નાંખી હતી.

અમદાવાદની સિવિલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 100થી વધુ ઇમર્જન્સી કેસ દાખલ થયા છે. તો 1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ થઇ ગઈ છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સંક્રમણવાળા સ્થળો

બોડકદેવ – બિનોરી મોનેટા, વસ્ત્રાપુર, મંત્ર એપાર્ટમેન્ટ, કૃષ્ણકુંજ એપા., મલ્હાર એપા, દિવ્ય જયોત એપા, કલગી એપા, આંચલ એપા, શાશ્વત એપા, આમ્રપાલી એપા, અકીક ટાવર, શુભ શાંતિ એપા.

ઘાટલોડિયા – ઝવેરી જવેલર્સની ગલી, રાજ રત્ન એપા, ગોકુલ એપા, ઈન્દિરા ફલેટ, સારથી એપા, આશાપુરી સોસા, વાઘેશ્વરી સોસા,

ગોતા – બાબુનગર, નિર્માણ બંગલો, સાગર સંગીન, વૃંદાવન પાર્ટ-1, હીર પાર્ટી પ્લોટ, સુવર્ણધામ ટવીન, સમેત રેસી, પંચામૃત, જયઅંબે ફાર્મ, આશિર્વાદ આકેર્ડ

થલતેજ – તરૂણનગર સોસા-પાર્ટ-1, સ્ટર્લિંગ રો-હાઉસ, વિશ્રૂત બંગલો, જૈન દેરાસર, પૃથ્વી ટાવર, હીમાલયા, ગોકુલ કોમ્પલેક્ષ, નવનીધી

ચાંદલોડિયા – મલબાર સિટી-2, સર્વોદય સેવા ટ્રસ્ટ, ગણેશ પાર્ક, ઉન્નતિ સ્કૂલ, ઉમા બંગલો, ભાગ્યલક્ષ્મી રો હાઉસ, રાજયોગ કોમપલેક્ષ, નિર્ણય ટાવર, પ્રસ્થાન બંગલો, ક્રીષ્ના એપા.

અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસોની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1828 ઉપર પહોંચવા પામી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33