Last Updated on April 4, 2021 by
પશ્વિમ બંગાળના હુગલીમાં મમતા બેનર્જીએ રવિવારે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તે દરમ્યાન તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતવર્ષેમાં મેં ક્યારેય એટલા ખરાબ દેશના વડાપ્રધાન અને ગૃહ મંત્રી જોયા નથી. મમતા બેનર્જીએ સંબોધન કરતા કહ્યું હતું કે હું સાત વાર સાંસદ રહી ચુકી છું, મેં ઘણા બધાં પ્રધાનમંત્રી જોયા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સરકારમાં રહીને લોકોના કત્લ કરાવે છે. અને દરરોજ ખોટું બોલે છે. બંગાળમાં કોઈ પરિવર્તન થયું નથી. તેવું જણાવે છે અરે બંગાળમાં પરિવર્તનની જરૂર છે. એ નારો તો મેં આપ્યો છે.
Modi is syndicate 1 & Amit Shah is syndicate 2. They are sending agencies to Abhishek's house, Sudip's house & to the house of Stalin's daughter. They are continuously changing police officers: West Bengal CM Mamata Banerjee in Howrah pic.twitter.com/9ucpf0nizk
— ANI (@ANI) April 4, 2021
મને કોઈ હટાવી શકે તેમ નથી : મમતા
સીપીઆઈએમ અને ટીએમસીમાંથી બીજેપીમાં ગયેલા નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક “મીર જાફર” પણ બીજેપીમાં ચાલી ગયા છે. તેમની પાસે ખોટું બોલવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. શનિવારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ટીએમસી દેશદ્રોહી પાર્ટી છે. દેશને પ્યાર કરનારી પાર્ટી નથી. આ મામલે મમતા બેનર્જીએ કહ્યું કે આપ લોકોએ દિલ્હી, અસમ, અને ઉત્તર પ્રદેશમાં કેટલા લોકોને માર્યા છે. અમને બધી ખબર છે. તમે લોકો દેશપ્રેમી અને અમે દેશદ્રોહી એમ કહેવા માગો છો. તેમ કહી મોદી સરકાર પર મમતા બેનર્જીએ શાબ્દિક પ્રહાર કર્યાં હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31