Last Updated on April 4, 2021 by
પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થતાં તેઓ અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલાં જ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જો કે ભરતસિંહ કોરોનાથી સંક્રમિત થયા છે તેની જાણકારી આપવા માટે તૈયાર કરાયેલી પ્રેસનોટમાં મોટો છબરડો જોવા મળ્યો છે. ભરતસિંહ ડાભીના PA ચિંતન પ્રજાપતિએ તૈયાર કરાવેલી પ્રેસનોટના એક મથાળામાં ભૂલથી કોરોના વેક્સિન સામે સવાલો ઉઠાવવામાં આવતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાટણ તેમજ આસપાસના પંથકમાં સોશિયલ મીડિયા પર આ પ્રેસનોટ ભારે વાઇરલ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે.
રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ 117 વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ
રાજ્યમાં ૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૪ હજારને પાર થયો છે. હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૬૮૭ નવા કેસ સામે આવ્યાં
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૬૮૭ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૨૬ અને ગ્રામ્યમાંથી ૧૬૧ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૭,૧૩૬ જ્યારે એક્ટિવ કેસ ૩,૮૨૨ છે. અમદાવાદ શહેરમાંથી ૬૪૬-ગ્રામ્યમાંથી ૧૩ સાથે ૬૫૯ નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કુલ કેસ ૭૪,૫૩૪ છે જ્યારે ૨,૨૧૬ એક્ટિવ કેસ છે. વડોદરા શહેરમાં ૩૦૩-ગ્રામ્યમાં ૮૧ સાથે ૩૮૪ અને રાજકોટ શહેરમાં ૨૩૬-ગ્રામ્યમાં ૪૧ સાથે ૨૭૭ નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક વડોદરામાં ૩૫,૫૫૩ અને રાજકોટમાં ૨૭,૪૦૬ છે.
રાજ્યમાં સૌથી વધુ મોત અમદાવાદમાં
કોરોનાથી અત્યાર સુધીમાં સૌથી વધુ અમદાવાદમાં ૨,૩૬૬-સુરતમાં ૧,૦૨૭, વડોદરામાં ૨૫૧, રાજકોટમાં ૨૧૦, ગાંધીનગરમાં ૧૦૯ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૧૪, સુરતમાંથી ૬૬૧, વડોદરામાંથી ૨૧૮, રાજકોટમાંથી ૧૬૯ એમ રાજ્યભરમાંથી ૨,૦૬૩ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૯૬,૭૧૩ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૪.૦૩% છે. ગુજરાતમાં શુક્રવારે વધુ ૧,૦૭,૨૦૬ ટેસ્ટ કરવામાં આવતા કુલ ટેસ્ટનો આંક ૧.૩૭ કરોડ થયો છે. રાજ્યમાં કુલ ૧,૨૭,૮૭૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31