GSTV
Gujarat Government Advertisement

જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથનું આજે જન્મ કલ્યાણક, વર્ષીતપનો થશે પ્રારંભ

Last Updated on April 4, 2021 by

ફાગણ વદ-૮ આવતીકાલે છે ત્યારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે. આવતીકાલના પવિત્ર દિવસથી જ જૈનોના મહાતપ એવા વર્ષી તપનો પણ પ્રારંભ થશે. જૈનોના  પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે આવતીકાલે સંઘોમાં વિવિધ આયોજન કરાયા છે.

જૈનોના  પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકના પર્વ

સોલા રોડ ઉપાશ્રયમાં ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ભગવાન ઋષભદેવનો જન્મકલ્યાણક મહોત્સવ સવારે ૬થી શરૃ થશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી મર્યાદિત લોકો આ કાર્યક્રમ યોજાશે અને તેનું ઓનલાઇન પ્રસારણ કરાશે. જેમાં અત્યંત ૧૦૮ જન્માભિષેક થશે તેમજ પ્રથમ તીર્થંકર ઋષભદેવ કેવી રીતે વિશ્વસંસ્કૃતિના પ્રણેતા હતા તે ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. દ્વારા દર્શાવાશે.

ઓનલાઇન પ્રસારણ કરાશે

જૈન શ્વે. મૂ.પૂ. યુવક મહાસંઘ દ્વારા પંચજિનેશ્વર ધામ-ઓગણજ ખાતે ભવ્ય સ્નાત્ર મહોત્સવથી પ્રભુ આદિનાથનો જન્મ કલ્યાણક ઉજવાશે. આવતીકાલથી જ જૈનોના મહાતપ એવા વર્ષી તપનો પણ પ્રારંભ થશે. વર્ષી તપના પારણાં અખા ત્રીજના હોય છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33