Last Updated on April 4, 2021 by
કોરોના વાયરસની બીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ ગઈકાલે 130થી વધુ ઇમર્જન્સી કેસ આવ્યા હતા તો આ જ સિવિલ હોસ્પિટલમાં બાળકોના કોરોના પોઝિટિવ હોવાના કેસ પણ વધી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં બાળકોના કોરોના પોઝિટિવ હોવાના કેસ પણ વધી રહ્યા છે
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં નાના બાળકો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 7 બાળકો કોરોના પોઝિટિવ છે. જ્યારે 3 બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. તો 1 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા છે.
ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા
વર્ષ 2020માં અઢીસોથી ત્રણસો બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો વર્ષ 2021માં અત્યાર સુધી કુલ 7 બાળકો કોરાનાથી સંક્રમિત થયા છે. જેમાં દોઢ મહિનાનું બાળક, 3 મહિનાના તેમજ 6 મહિનાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકોમાં કોરોનાના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, શરદી-ખાંસી થવી, ઝાડા-ઉલ્ટી થવા, પેટમાં દુખાવો, શ્વાસ ચડવા જેવા લક્ષણો જોવા મળ્યા.
તાવ આવવો, શરદી-ખાંસી થવી, ઝાડા-ઉલ્ટી થવા, પેટમાં દુખાવો, શ્વાસ ચડવા જેવા લક્ષણો
સયાજી હોસ્પિટલમાં પણ શુક્રવારના રોજ પાંચ બાળ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત વધુ ખરાબ હોય તેને દાખલ કરવામાં આવ્યુ છે. જેની સાથે હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાર બાળકો દાખલ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31