GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: છત્તીસગઢના બિજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાન શહીદ, ઘાયલ 31 જવાન સારવાર હેઠળ: રોકેટ લોન્ચરથી થયો હતો હુમલો

Last Updated on April 4, 2021 by

સુકમા બીજાપુર નક્સલી હુમલામાં સુરક્ષાદળોના 22 જવાન શહિદ થયા છે. એસપી બીજાપુર કમલોચન કશ્યપે ા જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું છે. કે છત્તીસગઢમાં નક્સીઓ સાથેની અથડામણમાં 17 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે સુરક્ષાકર્મીઓનો મોતનો આંક 22 પર પહોંચ્યો છે.

સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા 24 જવાનોને બીઝાપુરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તો વળી સાત જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. કોબરા કમાંન્ડોના એક જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. શબને એરલિફ્ટ કરીને જગદપુર મોકલવામાં આવ્યો છે.

અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે છત્તીસગઢના સુકમામાં નક્સલવાદી હુમલા પર દુખ વ્યક્ત કર્યું હતું અને પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


દેશના ગૃહમંત્રી અમિત શાહે આ અથડામણમાં શહીદ થયેલા જવાનોને પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટથી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યુ હતું કે, છત્તીસગઢમાં જે નક્સલીઓ સાથે લડતા લડતા જવાનો શહીદ થયાં તેવા બહાદુર જવાનોને નમન કરુ છું. રાષ્ટ્ર તેમની વિરતાને ક્યારેય નહીં ભૂલે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.

નક્સલીઓએ ત્રણ રીતે હુમલો કર્યો હતો. પહેલા બુલેટથી પછી તિક્ષ્ણ હથિયારોથી અને પછી દેશી રોકેટ લોન્ચરથી અંદાજીત 200થી 300 નક્સલીઓનો સમુહ સુરક્ષાદળોની ટૂકડીઓ પર તૂટી પડી હતી. આ ઓપરેશનમાં 12થી 15 નક્સલીઓના માર્યા ગયા હતા, બીજી તરફ 20 નક્સલીઓ ગંભીરરીતે ઘાયલ થયા હોવાના અહવાલ પ્રાપ્ત થયા છે.

નક્સલીઓએ ત્રણ રીતે હુમલો કર્યો

છત્તીસગઢના બીજાપુરમાં થયેલી અથડામણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં કુલ 22 જવાનો શહીદ થયા છે. છત્તીસગઢના ડીજીપીએ 22 જવાનો શહીદ થયાની પુષ્ટિ કરી છે. જ્યારે કે નક્સલી હુમલામાં ઘાયલ થયેલા 31 જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 15 નક્સલીઓ પણ ઠાર મરાયા છે. જ્યારે કે 20થી વધુ નક્સલીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. બીજાપુરમાં અથડામણ બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

નક્સલી

સીએમ ભૂપેશ બઘેલ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં નક્સલીઓને મોટું નુક્શાન થયું

સીએમ ભૂપેશ બઘેલ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં નક્સલીઓને મોટું નુક્શાન થયું છે. સતત 4 કલાક સુધી ફાયરીંગ થઈ રહી હતી. સાથે સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જવાનોની શહીદી બેકાર નહી જાય. તમામ જવાનો માટે રેસ્ક્યુ ટીમ કામ કરી રહી છે,

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33