Last Updated on April 4, 2021 by
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ શહેરો અને ગામડાઓમાં સ્થાનિકો-વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. મોરબીમાં વેપારીઓએ સોમવારથી બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે હિંમતનગરના કાણીયોલમાં સ્થાનિકોએ સાત દિવસના સ્વયંભૂ આંશિક લોકડાઉનને અમલી બનાવવાનો નિર્ણય લીધો છે.
દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
કોરોનાના કેસોમા છેલ્લા કેટલાક સમયથી જબરજસ્ત ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકારે તો લોકડાઉનની શક્યતાનો છેદ ઉડાડી દીધો છે અને રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે. આમ છતાં કેસોની સંખ્યા વધી રહી છે. પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ લઈ રહી છે, ત્યારે ગુજરાતના અન્ય શહેરો તેમજ ગામડાંના નાગરિકો અને વેપારીઓએ જાતે જ કોરોના વોરિયર બનીને આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની વિચારણાં શરૂ કરી દીધી છે.
કોરોના વોરિયર બનીને આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની વિચારણાં શરૂ કરી દીધી
આણંદ જિલ્લાના કોઠાવી ગામમાં પણ સ્થાનિકોએ સ્વૈચ્છિક આંશિક લોકડાઉનને બે સપ્તાહ માટે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. અગાઉ આણંદ જિલ્લામાં ત્રણ ગામોએ તો સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી લીધી છે. હવે કોરોનાના સંક્રમણમાં વધારો થતાં કોઠાવી ગામ પણ તેમાં જોડાયું છે. જ્યાં હવે તારીખ 17 મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક આંશિક લોકડાઉન અમલમાં રહેશે. લોકો સ્વયંભૂ જ ઘરમાં રહીને કોરોનાના સંક્રમણના નાથવાનો પ્રયાસ કરશે.
17 મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક આંશિક લોકડાઉન અમલમાં રહેશે
દરમિયાનમાં મોરબીમાં પણ કોરોનાના કેસોમાં કુદકે ને ભૂસકે વધારો થતાં અનાજ અને ખાંડના વેપારીઓ તેમજ ખાદ્ય તેલના વેપારીઓના એસોસિએશને સોમવારથી બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો વેપારીઓ જાતે જ દુકાનો બંધ રાખશે તો ખરીદી માટે આવનારા લોકોની સંખ્યા ઘટશે અને આમ ભીડ ઘટતાં સંક્રમણમાં ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
કોરોનાના કેસોમાં વધારો થતાં સાત દિવસના સ્વૈચ્છિક આંશિક લોકડાઉન
હિંમતનગરના કાણીયોલ ગામમાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં સાત દિવસના સ્વૈચ્છિક આંશિક લોકડાઉનને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સવારે અને સાંજે બે-બે કલાક સુધી આ લોકડાઉનમાંથી મુક્તિ રહેશે. જે દરમિયાન લોકો તેમની જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકશે અને અન્ય કામ પણ પૂરા કરી શકશે. ‘
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31