GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: છત્તીસગઢમાં નક્સલી હુમલો: પાંચ જવાન શહીદ, 28 ઘાયલ : 15 નક્સલીઓ મરાયા ઠાર

Last Updated on April 4, 2021 by

છત્તીસગઢના નક્સલ અસરગ્રસ્ત બીજાપુર જિલ્લામાં શનિવારે સલામતી દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી હતી. શનિવારે બપોરે શરૃ થયેલી અથડામણ લગભગ સાંજ સુધી ચાલી હતી. આ અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ૨૦થી વધુ જવાનો ઘાયલ થયા છે. આ અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ પણ ઠાર થયા છે. શહીદ થયેલા જવાનોમાં ડીઆરજીના ચાર અને સીઆરપીએફના એક જવાનનો સમાવેશ થાય છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનો અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

ત્રણ નક્સલવાદીઓ પણ ઠાર થયા

રાજ્યના પોલીસ મહાનિદેશક ડીએમ અવસ્થીએ જણાવ્યું કે શહીદ જવાનોના પાર્થીવ શરીર તર્રેમ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી અંદાજે ૭૫ કિ.મી દૂર સિલગેર ગામ પાસે જોન્નગુડાના જંગલોમાં થઈ હતી. ઘટનાસ્થળેથી બે નક્સલીઓના મૃતદેહ પણ મળ્યા હોવાનું જણાવાય છે. ઈજાગ્રસ્ત જવાનોને બહાર કાઢવા માટે એરફોર્સના હેલિકોપ્ટર અને નવ એમ્બ્યુલન્સ સ્થળ પર રવાના કરાયા છે. સુકમા અને બીજાપુરથી બેકઅપ ફોર્સ પણ મોકલાઈ છે.

સુકમા અને બીજાપુરથી બેકઅપ ફોર્સ પણ મોકલાઈ

સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદીય જંગલોમાં નક્સલીઓની બટાલિયન નંબર એક સક્રિય છે. તેનો કમાન્ડર હિડમા આ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આથી બીજાપુર જિલ્લાના તર્રેમ ક્ષેત્રમાં સીઆરપીએફની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના અંદાજે ૪૦૦ જવાનોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરાયા હતા. 

નક્સલીઓએ જવાનોની ટૂકડી ક્ષેત્રમાં પહોંચતા જ તેમના પર ગોળીબાર શરૃ કરી દીધો

આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનોની ટૂકડી ક્ષેત્રમાં પહોંચતા જ તેમના પર ગોળીબાર શરૃ કરી દીધો હતો. તેમણે ઉમેર્યું કે, સલામતી દળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરતાં ત્રણ નક્સલી માર્યા ગયા હોવાના સમાચાર છે. આ અથડામણ સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ અગાઉ ૨૩મી માર્ચે નારાયણપુર જિલ્લામાં સલામતીદળોને લઈ જઈ રહેલી એક બસને નક્સલીઓએ આઈઈડીથી ઉડાવી દીધી હતી. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા. 

આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા

લોકસભામાં બીજી ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ નક્સલી ઘટનાઓ અંગે સરકાર પાસેથી માહિતી મગાઈ હતી. ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જવાબ આપતાં જણાવ્યું કે દેશમાં નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં નક્સલી ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગૃહમંત્રાલય મુજબ ૨૦૧૮થી દેશમાં ૮૩૩ નક્સલી ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૧૯માં ઘટીને ૬૭૦ અને ૨૦૨૦માં ઘટીને ૬૬૫ થઈ ગઈ.

જોકે, છત્તિસગઢમાં ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં નક્સલી ઘટનાઓ વધી છે. છત્તીસગઢમાં ૨૦૧૮થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષમાં ૯૭૦ નક્સલી ઘટનાઓ થઈ હતી, જેમાં સલામતી દળોના ૧૧૩ જવાન શહીદ થઈ ગયા હતા. ૨૦૧૯માં છત્તીસગઢમાં ૨૬૩ નક્સલી ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૨૦માં અંદાજે ૨૦ ટકા ઘટીને ૩૧૫ થઈ હતી. જોકે, ૨૦૧૯માં નક્સલી હુમલામાં છત્તીસગઢમાં ૨૨ જવાન શહીદ થયા હતા અને ૨૦૨૦માં ૩૬ જવાનોએ જીવન ગુમાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33