GSTV
Gujarat Government Advertisement

એઈમ્સના વડાએ દેશવાસીઓને આપી ગંભીર ચેતવણી, જો આવીને આવી સ્થિતી રહી તો, લાગી શકે છે મીની લોકડાઉન

Last Updated on April 3, 2021 by

દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં નવા કેસ પર બ્રેક લાગી રહી નથી.. આવી સ્થિતિમાં એઈમ્સના વડા ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે, દેશમાં મીની લોકડાઉન લાદવું પડી શકે છે.

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા લોકોમાં ભય વધી રહ્યો છે અને તેમના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે…ત્યારે એઇમ્સના ડીરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ વર્તમાન સ્થિતિ સામે લાલબત્તી ધરી છે.. સાથે જ તેમણે મિનિ લોકડાઉનની જરૂરિયાત ઉપર ભાર મુક્યો છે..

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું, દેશમાં સ્થિતિ યોગ્ય નથી. ખતરાની ઘંટી વાગી રહી છે. દેશમાં કોરોના પોઝિટિવિટી દર ઝડપથી વધી રહ્યો છે. તેને કાબુ કરવા માટે ખૂબ કડકતાની જરૂર છે. વેક્સીન આવ્યા બાદ લોકો કોરોનાને ભુલવા લાગ્યા, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. આ કારણ છે કે, જેમ જેમ લોકો માસ્ક લગાવવાનું બંધ કર્યું, પાર્ટીમાં જવાનું શરૂ કર્યું, તેમ તેમ કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો. આ મહામારીથી બચવું છે તો પ્રત્યેક વ્યક્તિને પોતાની જવાબદારી સમજવી પડશે. માસ્ક લગાવવું પડશે, ભીડથી બચવું પડશે. જો આપણે કોરોના સંક્રમણને રોકવા માગીએ છે તો ભેગા મળીને ટ્રિપલ ટી ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, આઇસોલેશન, કન્ટેઇનમેન્ટ ઝોન ફરીથી બનાવી આ મહામારી પર કાબુ કરવો પડી શકે છે.

 ડોક્ટર ગુલેરિયાની આ ટીપ્પણી એવી સામે આવી છે કે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ લોકડાઉનની ચેતવણી આપી ચુક્યા છે.. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ.. કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના કેસનો રાફડો ફાંટ્યો છે.. ત્યારે ત્યાંની રાજ્ય સરકારોએ આંશિક પ્રતિબંધો મારફત સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા છે… પરંતુ હજુ સુધી સ્થિતિ કંટ્રોલમાં આવી નથી..

 આ સ્થિતિમાં ડો. ગુલેરિયાએ કહ્યું કે, આખા દેશમાં કોરોના લોકડાઉન લાગવું મુશ્કેલ છે. પરંતુ જ્યાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે. તે એરિયાને આપણે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવો પડશે. ત્યાં મીની લોકડાઉન જેવી સ્થિતિ કરવી પડશે, જેથી લોકો તે એરિયાથી બહાર ના જઈ શકે અને સંક્રમણને કાબુ કરી શકાય. આ મીની લોકડાઉન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમે તેમ ન કહી શકીએ કે આ એરિયામાંથી લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે લોકડાઉનની જરૂરિયાત અમે આવનારા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરવાથી બહુ ફાયદો થશે નહીં.

રાજ્યોની સરકારો સંપૂર્ણ લોકડાઉનથી બચી રહી છે.. કારણ કે સંપૂર્ણ લોકડાઉનથી ફરીથી આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ શકે છે.. આવા સંજોગોમાં છૂટક ઉપાયો મારફત જ કોરોનાને કંટ્રોલ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.. પરંતુ જે ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા સરકાર પણ ચિંતિત બની છે..

ત્યારે ડો.ગુલેરિયાએ ડર વ્યક્ત કર્યો છે કે આ વર્ષે કોરોનાનો પિક 1 લાખને પાર કરી શકે છે. જોકે આપણે ગયા વર્ષે ઘણું શીખ્યા છીએ. આપણી પાસે આઇડિયા છે કે, કેવી રીતે કોવિડ ઇન્ફેક્શનને રોકી શકાય છે, વેક્સીનનો સપોર્ટ છે. પરંતુ જે ઝડપથી સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે તે કહેવું ખોટું નથી કે, કોરોના ગત વર્ષના પિક રેકોર્ડ આ વર્ષે તોડશે. ત્યારે જેમ જેમ કોરોનાના કેસ વધશે હોસ્પિટલોમાં પણ દબાણ વધશે. આ ખુબજ ગંભીર સ્થિતિ હશે જ્યારે એક સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવી પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33