Last Updated on April 3, 2021 by
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતરનાક રીતે આગળ વધી રહી છે.. જેના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જો કે જાણકારોનું માનવું છે કે કોરોનાના કેસમાં મધ્ય એપ્રિલે ટોચ પર પહોંચશે.
મહારાષ્ટ્ર્ સિવાયની અન્ય રાજ્યોની પરિસ્થિતી પણ વણસી
દેશભરમાં કોરોનાવાયરસની બીજી લહેર ફેબ્રુઆરીના મધ્ય ભાગથી શરૂ થઈ છે અને મહારાષ્ટ્ર રાજ્યની હાલત રોજબરોજ વધુ ગંભીર બનતી જાય છે જો કે ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. આ રાજ્યોમાં કર્ણાટક.. પંજાબ.. છત્તીસગઢ.. તમિલનાડુ.. ગુજરાત.. કેરળ .. મધ્યપ્રદેશ.. યુપી તથા દિલ્હીનો પણ સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં મહારાષ્ટ્રની જેમ જ દરરોજ મોટા પ્રમાણમાં નવા કેસ નોંધાઇ રહ્યા છે..ત્યારે મહારાષ્ટ્ર બાદ કર્ણાટકની સ્થિતિ સૌથી વધુ ગંભીર દેખાઈ રહી છે.
એપ્રિલ મધ્યમાં વકરશે કોરોના
નિષ્ણાતોની ગણતરી છે કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે. કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વૈજ્ઞાનિકોએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી માંડીને સંભાવના રજૂ કરી છે કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં 15થી 20 એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે. આમ છતાં, 15થી 20 એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે. ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર મહારાષ્ટ્ર બાદ પંજાબમાં ઝડપી બનશે.
દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને 2021ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31