GSTV
Gujarat Government Advertisement

ઈમાનદારી: 14 લાખ રૂપિયા ભરેલી બેગ બહાર ગામ જતી વખતે પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ચોકીદારે સહીસલામત પાછા આપ્યા

Last Updated on April 3, 2021 by

આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે ઈમાનદારીની મિશાલ સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ ચોકીદારે પોતાના ફ્લેટના રહીશને પરત આપી છે.

રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મુકવાનું જ ભૂલી ગયાં

એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સગાનું અવશાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સગાના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવારના માંથે એક આફત આવી ગઈ તપાસ કરતા બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈ તેમ લાગતા તપાસ કરતા બેગ મળી આવી નહીં, આખરે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતાં ચોકીદાર શંકર ભાઈ બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

ચોકીદારે ઈમાનદારી બતાવી

ચોકીદારે ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી આવ્યા ત્યારે રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ પુરી કરી છે, આ ચોકીદારનું સન્માન પણ કર્યું હતું. આખી સોસાયટી માટે કાળમાં પણ ચોકીદારે પોતાની ફરજ ચુક્યા વગર દરેક લોકો માટે દરેક કામ નિષ્ઠા પૂર્વક કર્યા હોવાનું સોસાયટીના ચેરમેન એ જણાવ્યું છે.

નાનો માણસ પોતાની માણસાઈ ક્યારે ચૂકતો નથી અને લોકો માટે આ ચોકીદાર મિશાલ રૂપ છે જેને મન કોઈના રૂપિયા ના પડાવી લેવાય માત્ર પોતાની મજૂરીના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું વાત કરીને ચોકીદારે સાચા ચોકીદાર હોવાનું ઉદાહરણ પૂરું પડ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33