Last Updated on April 3, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે આજે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. સીએમ વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશ ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. હાલમાં સ્થિતિ અતિ ગંભીર બનતી જાય છે. આજે પણ ગુજરાતમાં કેસમાં વધારો નોંધાયો છે. આજે ગુજરાતમાં 2,815 કેસ નોંધાવાની સાથે 13 લોકોનાં મોત થયા છે. અમદાવાદ, સુરત અને વડોદરાની હાલત ગંભીર છે. જ્યાં કેસો અટકવાને બદલે સતત વધી રહ્યાં છે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં 2815 નવા કોરોના કેસ નોંધાયા છે તો બીજી તરફ 2063 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,96,713 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 94.03 ટકાએ પહોંચ્યો હતો. આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ શિકાર
કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ ગઈકાલે 130થી વધુ ઇમર્જન્સી કેસ આવ્યા હતા તો આ જ સિવિલ હોસ્પિટલમાં બાળકોના કોરોના પોઝિટિવ હોવાના કેસ પણ વધી રહ્યા છે. આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે.
અમદાવાદ સિવિલમાં 11 બાળકો સારવાર હેઠળ
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં નાના બાળકો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 7 બાળકો કોરોના પોઝિટિવ છે. જ્યારે 3 બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. તો 1 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા છે.
આરોગ્ય કર્મચારીઓની રજાઓ સમગ્ર એપ્રિલ માસમાં રદ
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ અને યુદ્ધના ધોરણે ચાલતા રસીકરણની કામગીરી વચ્ચે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરાકરે પણ આરોગ્ય કર્મમચારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે.આ સાથે જ કોરોના વેક્સિનેશન ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. તમામ જિલ્લા અને કોર્પોરેશનના આરોગ્ય કર્મચારીઓની રજાઓ સમગ્ર એપ્રિલ માસમાં રદ થઈ છે.
મોરબીમાં બપોર બાદ બજાર રહેશે બંધ
મોરબીમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને સોમવારથી બપોરે 2 વાગ્યા બાદ સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અનાજ-કરિયાણા, તેલના વેપારી અને ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સોમવારથી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. અંદાજે 70 જેટલા વેપારીઓએ સર્વસમંતિથી આ નિર્ણય લીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31