GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાને થયો કોરોના, ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયું

Last Updated on April 3, 2021 by

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ધીમે ધીમે પરિસ્થિતી વણસતી જાય છે. કોરોનાની આ લહેરમાં જ્યાં એક બાજૂ નાના બાળકો શિકાર થઈ રહ્યા છે, ત્યારે મોટા લોકોની તો વાત જ શું કરવી. ત્યારે હવે તાજેતરમાં જ ગુજરાતમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, કોરોનાના સામાન્ય લક્ષણો જણાવતા રિપોર્ટ કરાવ્યો હતો. જે બાદ આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, પ્રદીપ સિંહ જાડેજાને કોરોના થયાં બાદ તેમની ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયુ હોવાની વિગતો આવી રહી છે. ગૃહપ્રધાનને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, સારી બાબત એટલી છે કે, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણ છે. હાલ સાવચેતી સાથે તેઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં છે.

લોકોને કરી આ અપીલ

ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

ગુજરાતના કયા કયા નેતાઓ બની ચૂક્યા છે કોરોનાનો શિકાર

નામહોદ્દો
વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેષ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પૂંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

ગામડાઓ થઈ રહ્યા છે સાવધાન, સ્વંભૂ કરી રહ્યા છે લોકડાઉન

રાજ્યમાં પ્રતિદિન કોરોના કેસનો આંકડો 2600ને પાર પહોંચી ગયો છે, સર્તકતાના ભાગરૂપે નાના ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન થઈ રહ્યું છે, ગ્રામજનો કોરોના સામે સતર્કતા દાખવી રહ્યાં છે, જામનગરના મોટી બાણુંગાર ગામમાં એક અઠવાડિયામાં 25 જેટલા કેસ આવતા 11 એપ્રિલ સુધી લોકડાઉનનો નરિણય કર્યો છે, દાહોદના ફતેપુરા,બલૈયાના ગ્રામજનોએ પણ સ્વયંભૂ 8 એપ્રિલ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે, વેપારીઓને 10 વાગ્યા સુધી વેપાર ધંધો ચાલું રાખવાનો નિર્ણણ લેવાયો છે, આ તરફ આણંદના કોઠાવી ગામે પણ 17 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની જાહેરાત કરી છે. ગામમાં સવારે 7થી 10 અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. હિંમતનગરના કાણીયોગ ગામમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે, જીવન જરૂરી ચિજો માટે દુકાનો સવારે 2 કલાક અને સાંજે બે કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે, આવનાર 7 દિવસ સુધી સમગ્ર ગામમા લોકડાઉન રહેશે.

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ શિકાર

કોરોનાની બીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ ગઈકાલે 130થી વધુ ઇમર્જન્સી કેસ આવ્યા હતા તો આ જ સિવિલ હોસ્પિટલમાં બાળકોના કોરોના પોઝિટિવ હોવાના કેસ પણ વધી રહ્યા છે.

અમદાવાદ સિવિલમાં 11 બાળકો સારવાર હેઠળ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા વિસ્ફોટક સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં નાના બાળકો પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 7 બાળકો કોરોના પોઝિટિવ છે. જ્યારે 3 બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. તો 1 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા છે.

વર્ષ 2020માં અઢીસોથી ત્રણસો બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો વર્ષ 2021માં અત્યાર સુધી કુલ 7 બાળકો કોરાનાથી સંક્રમિત થયા છે. જેમાં દોઢ મહિનાનું બાળક, 3 મહિનાના તેમજ 6 મહિનાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકોમાં કોરોનાના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, શરદી-ખાંસી થવી, ઝાડા-ઉલ્ટી થવા, પેટમાં દુખાવો, શ્વાસ ચડવા જેવા લક્ષણો જોવા મળ્યા.

સયાજી હોસ્પિટલમાં પણ શુક્રવારના રોજ પાંચ બાળ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત વધુ ખરાબ હોય તેને દાખલ કરવામાં આવ્યુ છે. જેની સાથે હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાર બાળકો દાખલ  છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33