Last Updated on April 3, 2021 by
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રીએ ૧૯ મી નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ માં ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ, જયારે લાંબી કુદમાં સિલ્વર મેડલ મેળવી આંજણા ચૌધરી સમાજ તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રી ચૌધરી ભાવનાબેન અજબાભાઈ અમદાવાદ ખાતે વસ્ત્રાપુરમાં આવેલી આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ભાવનાબેન અભ્યાસની સાથે સાથે નાનપણથી રમત ગમત ક્ષેત્રે પણ રુચિ ધરાવે છે. ભાવનાબેન ચૌધરીએ અગાઉ વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં પણ ભાલા ફેક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં ઈટાલીમાં રમાનારી ટૂર્નામેન્ટમાં ભારતના નવ ખેલાડીઓ સાથે ભાવના ચૌધરી પણ ભાગ લેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31