Last Updated on April 3, 2021 by
કોરોનાની મહામારીને જોતા ગુજરાતની બોર્ડર પર રાજસ્થાનથી પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતે જોડતી કપાસિયા ઘાટા બોર્ડર પર આરોગ્ય વિભાગ દ્વારા કોઇ ચેકિંગ કરવામાં આવતું નથી. રાજસ્થાનમાંથી ગુજરાત આવતા લોકોને આ બોર્ડર પરથી સહેલાઈથી પ્રવેશ મળી જાય છે. અહીં વાહનચાલકોને ન તો કોઇ રોકનાર છે કે ન તો કોઇ કહેનાર.
રાજસ્થાનથી આવતા લોકો સહેલાઈથી કરે છે પ્રવેશ
તમામ લોકો અહીં સહેલાઇથી ગુજરાતમાં પ્રવેશી શકે છે. અહીંથી અસંખ્ય લોકો અને અસંખ્યા વાહનો ગુજરાતમાં પ્રવેશી ચૂક્યા છે. જે બાદ આરોગ્ય તંત્ર જાગ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીં ચેકિંગ ન થતું હોવાનું કબૂલી રહ્યા છે. ત્યારે મહત્વનો સવાલ એ છે કે અત્યાર સુધી કપાસિયા ઘાટા બોર્ડર પર કેમ ચેકિંગ કરવામાં ન આવ્યું.
સરકારની બેવડી નીતિ
રાજસ્થાનમાં ગુજરાતમાંથી પ્રવેશતા વાહનો મુદ્દે સરકારની બેવડી નીતિ સામે આવી છે. ગુજરાત પરિવહન નિગમની બસોને રાજસ્થાનમાં પ્રવેશ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર બોર્ડર પર ગુજરાતની એસ.ટી. બસોને રોકી દેવામાં આવી છે.
કોરોનાની મહામારીને લઇને મુસાફરોને આરટીપીસીઆર રિપોર્ટ વગર રાજ્યમાં ન પ્રવેશવા દેવાનો રાજસ્થાન સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રતનપુર બોર્ડર પરથી પરત મોકલેલી બસોને શામળાજી બસ સ્ટેશનમાં રાખવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31