GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: ખરા અર્થમાં દર્દીઓની સેવાનો આ હોસ્પિટલે ભેખ ધારણ કર્યો, બાળદર્દીઓને અપાય છે વિનામૂલ્યે સારવાર

Last Updated on April 3, 2021 by

મસમોટા ખર્ચના કારણે હર કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે કોર્ટના પગથિયા ચડવા ઈચ્છતુ નથી અને આજના આ સમયમાં તો હોસ્પિટલો દર્દીઓના ખિસ્સા હળવા કરવાના જ કામ કરતી હોય છે. તેવામાં અમદાવાદમાં આવેલી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખરા અર્થમાં દર્દીઓની સેવાનો ભેખ ધારણ કરેલી છે. જ્યાં બાળદર્દીઓને હાર્ટસર્જરી સહિતની સુવિધાઓ વિનામુલ્યે પૂરી પાડે છે અને આ હોસ્પિટલમાં ખાસ બિહારથી 21 બાળકોને લાવીને સારવાર શરૂ થઈ છે.

બાળકોની થાય છે મફત સારવાર

આજે દવાના મસમોટા મોંઘા બિલ દર્દીઓના પરિવારની આર્થિક કમર તોડી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 21 વર્ષ અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષથી દિલ વિધાઉટ બિલના નામે શ્રી સત્યસાંઈ હોસ્પિટલ અનોખી મિસાલ છે. આ હોસ્પિટલમાં જન્મજાત બિમારી તેમજ ત્રણ કિલોથી 40 કિલો વજન ધરાવતા બાળકોની મફત સારવાર કરવામાં આવે છે.

બિહાર સરકાર સાથે એમઓયુ કર્યા

ભારતમાં દર વર્ષે 2 લાખ બાળકો હૃદયની બિમારી સાથે જન્મે છે અને અત્યંત ખર્ચાળ સારવારના કારણે માત્ર 30 હજાર બાળકોનો જ ઈલાજ શક્ય બને છે. ત્યારે ગરીબ બાળદર્દીઓના કસમયે મોત અટકાવવાના નેક સંકલ્પ સાથે 20 નવેમ્બર 2016ના દિવસે કાસિન્દ્રા ખાતે હોસ્પિટલ શરૂ થઈ અને આ હોસ્પિટલે બિહાર સરકાર સાથે એમઓયુ સાઈન કર્યા. બિહારના જરૂરિયાત મંદ ગરીબ બાળકોને ઓપરેશન સહિતની સારવાર કરી બિહાર મોકલી શકાય.

21 બાળકોને ગુજરાત લવાયા

હૃદય સંબંધિત બિમાર ધરાવતા બિહારથી 21 બાળકોને તેમના માતાપિતા સાથે વિમાન દ્વારા ગુજરાતમાં લાવવામાં આવ્યા.એરપોર્ટ પર હોસ્પિટલ સ્ટાફ દ્વારા સ્વાગત કરાયુ અને યોગ્ય વ્યવસ્થા સાથે હોસ્પિટલ ખસેડાયા. હવે તેઓ નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન હેઠળ અધ્યતન સુવિધા સાથેની સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદમાં આવેલી શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્પિટલ છે.. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૦૦ જેટલાં બાળદર્દીઓની પિડીયાટ્રીક હાર્ટસર્જરી વિનામૂલ્ય કરવામાં આવી છે. ૩૫૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, 4 આઈસીયુ, આઈસીસીયુ,અને ફ્રેથ લેબ ધરાવે છે. જ્યાં બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઇ પણ હોસ્પિટલમાં ૩ થી પ લાખ ખર્ચ થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્ય કરે છે. જેમાં ઓડિશા, રાજસ્થાન , મધ્યપ્રદેશ અને બિહારના હૃદય રોગના દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે. અમદાવાદના આંગણે નાના ભૂલકાઓ માટે આ હોસ્પિટલ સેવાની સરવાણી વહાવે છે અને હોસ્પિટલ સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33