GSTV
Gujarat Government Advertisement

શહેરમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ / ફૂલ થઇ ગઈ ખાનગી હોસ્પિટલો તો ખૂટી ગયા રેમડેસિવીર ઇન્જેક્શન, ડોક્ટર્સ પણ થઇ રહ્યા છે સંક્રમિત

Last Updated on April 3, 2021 by

અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલો ફુલ થઇ છે. હાલ તમામ ખાનગી હોસ્પિટલોમાં એક થી બે દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. ખાનગી હોસ્પિટલોના તબીબોના જણાવ્યા મુજબ અમદાવાદમાં 25 માર્ચ પછી કોરોનાના દર્દીઓ વધ્યા છે. આગામી સમયમાં વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ લોકોએ ઘરે જ રેમડેસિવીર ઇન્જેક્શન લેવાના શરૂ કર્યા હોવાથી હાલ ઇન્જેક્શનની ભારે અછત પ્રવર્તી રહી છે.

અમદાવાદમાં ગુડ ફ્રાઇડેના દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના નવા પિકમાં ડોક્ટર તેમજ મેડકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 12 ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જે પૈકી 5 ડોક્ટર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 534 મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત પણ નિપજ્યા છે.

બાળકોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ વધતા ચિંતાજનક સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 11 બાળકો સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 7 બાળકો કોરોના પોઝિટિવ છે. જ્યારે કે 3 બાળકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો છે. તો 1 બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગંભીર બાળકોને સી.પેપ પર રાખવામાં આવ્યા છે.

વર્ષ 2020માં અઢીસોથી ત્રણસો બાળકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો વર્ષ 2021માં અત્યાર સુધી કુલ 7 બાળકો કોરાનાથી સંક્રમિત થયા છે. જેમાં દોઢ મહિનાનું બાળક, 3 મહિનાના તેમજ 6 મહિનાના બાળકોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકોમાં કોરોનાના લક્ષણોની વાત કરીએ તો તાવ આવવો, શરદી-ખાંસી થવી, ઝાડા-ઉલ્ટી થવા, પેટમાં દુખાવો, શ્વાસ ચડવા જેવા લક્ષણો જોવા મળ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33