GSTV
Gujarat Government Advertisement

Corona Lockdown/ કોરોનાની બીજી લહેરથી બેહાલ ભારતના આ પાડોશી દેશમાં લાગ્યું સંપૂર્ણ લોકડાઉન

કોરોના

Last Updated on April 3, 2021 by

કોરોના વાયરસ સંક્રમણની અસર વધતા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારથી એક અઠવાડિયાનું સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે બાંગ્લાદેશે સોમવારે, 5 એપ્રિલથી 7 દિવસ માટે બીજીવાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કર્યુ છે. ફક્ત ઇમરજન્સીની સેવાઓ જ ચાલુ રાખવાને મંજૂરી આપવામાં આવી છે.

બાંગ્લાદેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે અને શુક્રવારે 6830 લોકો કોરોના સંક્રમિત થયા છે જ્યારે 50 લોકોના મોત નિપજ્યા. અત્યાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા બાંગ્લાદેશમાં 9000થી વધુ થઇ ગઇ છે. બાંગ્લાદેશમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે એટલે કે 2020ની 8 માર્ચે સામે આવ્યો હતો. જેના આશરે 2 અઠવાડિયા બાદ બાંગ્લાદેશમાં સંપૂર્ણ લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી.

વધતા કેસોને કારણે લગાવ્યુ કડાઉન

બાંગ્લાદેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે અને બીજી વાર સંપૂર્ણ લોકડાઉન કરવાનો હેતુ કોરોના ફેલાવાને અટકાવવાનો છે. બાંગ્લાદેશમાં, તાજેતરના સમયમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થયો છે, તેથી શેઠ હસીના સરકારે દેશમાં બીજી વખત સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારને આશા છે કે લોકડાઉનથી કોરોના સામે હકારાત્મક પરિણામો મળશે.

મહામારીના કારણે ગુરુવારે 59 દર્દીઓના મોત

જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં ગુરુવારે પણ કોરોના સંક્રમણના 6469 નવા કેસો સામે આવ્યા હતા. ગત વર્ષે માર્ચમાં મહામારી શરુ થયા બાદથી જ કોઈ એક દિવસની સર્વાધિક સંખ્યા હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) એ એક નિવેદનમાં કહ્યું હતું કે મહામારીને કારણે વધુ 59 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વડાપ્રધાન શેખ હસીનાએ સંસદમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અંગે નિવેદન આપ્યું હતું અને લોકોને સાવચેતી રાખવાની હાકલ કરી હતી.

આ સ્થિતિ નિયંત્રણમાં લાવવી પડશે- હસીના

તેમણે કહ્યું કે, અમારે આ સ્થિતિને નિયંત્રણમાં લાવવી પડશે, અમે વાયરસ પર કાબૂ મેળવવા પર પ્રયાસ કરી રહ્યાં છીએ. પરંતુ તેના પર કાબૂ મેળવવા માટે લોકો તરફથી મદદની જરૂર છે. બાંગ્લાદેશમાં કાર્યાલયોમાં કર્મચારીઓની ઉપસ્થિતિને 50 ટકા સુધી ઓછી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ ધાર્મિક, સામાજિક, રાજકીય અને અન્ય સમારોહ પર રોક લગાવી દેવામાં આવી છે.

ધ્યાન આપવાની વાત છે કે બાંગ્લાદેશમાં કોરોના કાળમાં બીજી વખત સંપૂર્ણ લોકડાઉન લાગવવામાં આવ્યું છે. આ પહેલા 2020 માર્ચમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. કોરોના કારણે વર્ષ 2021માં પહેલી વખત બાંગ્લાદેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 2020માં 26 માર્ચે બાંગ્લાદેશમાં પહેલી વખત કોરોનાના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું જે 2020ના મે મહિનાની 30 તારીખ સુધી લાગુ હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33