GSTV
Gujarat Government Advertisement

ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન લેવા વાળાની સંખ્યા 4 ગણી વધી, ત્રીજા ચરણમાં વેક્સિનેશને પકડી રફ્તાર

વેક્સિન

Last Updated on April 3, 2021 by

કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે. આ વચ્ચે જણાવવામાં આવી રહ્યું છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા વેક્સિન લેવા વાળા લોકોના મુકાબલે સીધા ડોઝ લેવા માટે પહોંચવા વાળા લોકોની સંખ્યા વધુ છે એક રિપોર્ટ મુજબ શુક્રવારે રાત્રે 9 વાગ્યા સુધી વેક્સિનેશન લીધેલ 7 કરોડ રજીસ્ટ્રેશનમાંથી માટે એક કરોડ લોકોએ જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જયારે 3.75 કરોડ લોકો એવા છે જે સીધા વેક્સિનનો ડોઝ લેવા પહોંચ્યા છે. એમાં 2.3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર સામેલ છે જેમનો ડેટા પહેલાથી જ કોવિન સોફ્ટવેરમાં હાજર છે.

7 કરોડથી વધુ લોકોએ લીધી રસી

કોરોના

શુક્રવારની સાંજે સાત વાગ્યે અસ્થાઈ રિપોર્ટ અનુસાર, દેશમાં અત્યાર સુધી 1,23,03,131 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં શુક્રવાર સાંજ સુધીમાં કુલ 7,06,18,023 રસી લગાવવામાં આવી છે. જેમાંથી 6,13,56,345 લોકોએ પહેલો ડોઝ લીધો છે, જયારે 92,61,681 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રસીકરણના 77 દિવસ

મંત્રાલયે કહ્યું કે, એમાં 89,03,809 સ્વાસ્થ્ય કર્મી અને 95,15,410 અગ્રીમ મોર્ચાના કારમી શામેલ છે, જેમણે પહેલો ડોઝ લીધો છે. મંત્રાલયે કહ્યું કે 52,86,132 સ્વાથ્ય કર્મી અને 39,75,549 અગ્રીમ મોર્ચાના કર્મીએ બીજો ડોઝ લીધો છે. મંત્રાલયે કહ્યું કે 45 વર્ષથી વધુ ઉમરના 4,29,37,126 લાભાર્થીઓએ પહેલી ડોઝ લીધી છે. મંત્રાલયે કહ્યું, ‘દેશભરમાં કોવિડ-19 રસીકરણના 77માં દિવસે શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી કુલ 12,76,191 રસી લગાવવામાં આવી.’

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30