GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્રમાં લોકડાઉન 2.0ના ભણકારા : એક જ દિવસમાં 47,827 નવા દર્દી મળ્યા, હવે માત્ર આ 4 દેશો જ આગળ

મહારાષ્ટ્ર

Last Updated on April 3, 2021 by

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે આ વાયરસને કારણે 202 લોકોનાં મોત પણ થયા છે. આ સાથે રાજ્યમાં હવે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 29,04,076 પર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કોરોના કુલ 3,89,832 કેસ છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ શહેરો કોરોનાના ગઢ બન્યા

આ પહેલા ગુરુવારે રાજ્યમાં 43000 થી વધુ નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરૂવારે રાજ્યમાં કોરોના વાયરસના 43,183 નવા કેસ નોંધાયા હતાં. આ દરમિયાન, મહારાષ્ટ્રના અન્ય શહેરો પણ કોરોનાના ગઢ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, મુંબઈમાં કુલ 8,832 નવા કોવિડ કેસ નોંધાયા છે, તેમજ આ વાયરસથી 5352 લોકો સાજા થઇ ચુક્યા છે. તો, આ વાયરસને કારણે 20 લોકોનાં મોત પણ થઇ ગયા છે. આ સાથે, જ શહેરમાં કોરોના સંક્રમણનો કુલ આંક 4,32,192 પર પહોંચી ગયો છે. ત્યાં જ, મુંબઇમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે 58,455 પર પહોંચી ગઈ છે.

  • કોરોનાના કુલ કેસ મુદ્દે મહારાષ્ટ્ર દુનિયામાં 10માં નંબર પર
  • મહારાષ્ટ્રમાં 31 થી 40 વચ્ચેની ઉંમરના સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
  • મહારાષ્ટ્રમાં ફરીથી બંધ થઈ શકે છે મોલ અને મંદિર
કોરોના

આ ઉપરાંત રાજ્યના અન્ય એક નાગપુર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4108 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,214 લોકો વાયરસથી સાજા થયા છે. તો, વાયરસને કારણે 60 લોકોના મોત પણ થયા છે. આ સાથે, શહેરમાં કોરોના દર્દીઓનો આંકડો 2,33,776 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાગપુરમાં કોરોનાના કુલ 40,807 એક્ટિવ કેસ છે. તેમજ, વાયરસથી મૃત્યુઆંક પણ 5,281 પર પહોંચી ગયો છે. ભારતને બાદ કરીએ તો તેથી વધારે કેસ માત્ર અમેરિકા (69,986) અને બ્રાઝિલ (69,662)માં જ આવ્યા છે.

કુલ દર્દીઓના મામલે મહારાષ્ટ્ર દુનિયામાં 10માં નંબર પર

રાજ્યમાં સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 29 લાખ 4 હજાર 76 થઈ ગઈ છે. આ સાથે જ મહારાષ્ટ્ર દુનિયામાં કુલ કોરોનાના કેસના મામલે 10માં નંબર પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્રથી આગળ અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા અને બ્રિટન છે.

મહારાષ્ટ્ર

ભારતભરમાં કોરોનાની બીજી લહેર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને વર્ષ 2021ના અત્યાર સુધીના સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે..છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 89 હજાર 129 નવા કેસ નોંધાયા છે. જ્યારે 714 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 15 લાખ 69 હજાર 200ને પાર થઈ છે. જેમાં છ લાખ 58 હજારથી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 હજાર 202 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક એક લાખ 64 હજાર 110 થયો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33