Last Updated on April 3, 2021 by
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં આવી જ એક મહાપંચાયતમાં ભાગ લેવા માટે આવ્યા હતા, આ પંચાયતને સંબોધ્યા બાદ જ્યારે તેઓ જઇ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેને પગલે તેમની કારના કાચ ટુટી ગયા હતા.
આ ઘટના બાદ રાકેશ ટિકૈતે હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવી હતી. બીજી તરફ પોલીસે તુરંત કાર્યવાહી કરીને ચાર શખ્સોની આ કેસમાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે રાકેશ ટિકૈતનો કાફલો એક ગામમાં પહોંચ્યો ત્યારે પૂર્વાયોજીત હોય તેમ પહેલાથી જ તૈયાર એક ચોક્કસ ટોળાએ તેમની કાર પર પથૃથમારો કરી દીધો હતો.
આ ઘટનાની જાણ દિલ્હી સુધી પહોંચતા ત્યાં ધરણા પર બેઠેલા ખેડૂતો નારાજ થઇ ગયા હતા. રાકેશ ટિકૈત પર થયેલા હુમલાના વિરોધમાં દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ હાઇવેને જામ કરી દીધો હતો. જોકે બાદમાં દિલ્હી બોર્ડરને ખોલી દેવામાં આવી હતી.
ટિકૈત પર થયેલા હુમલા માટે દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ મંચ પર પોતાના ભાષણમાં ભાજપને જવાબદાર ઠેરવી હતી. ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યું કે રાજસૃથાનના અલવરમાં ટિકૈતના કાફલા પર હુમલો કરનારો કુલદીપ યાદવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાનો નજીકનો સાથી છે અને હાલમાં એબીવીપી સાથે જોડાયેલો છે.
અમે આવી ઘટનાઓથી નહીં ડરીએ. સંયુક્ત કિસાન મોર્ચાએ પણ આ ઘટનાને વખોડી હતી અને યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી. જ્યારે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે મારા અને ખેડૂતો પર આ હુમલો ભાજપના ગુંડાઓએ કર્યો હતો. પણ અમે હાર નહીં માનીએ અને કેન્દ્રના કૃષિ કાયદા સામેનું આ આંદોલન ચાલુ રહેશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31