Last Updated on April 2, 2021 by
દેશમાં લાગુ થયેલા બિન આયોજિત લોકડાઉનના કારણે સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આવાં લોકો માટે મનરેગા આશરા સમાન સાબિત થઈ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2020-21માં આશરે 11 કરોડથી વધુ લોકોએ મનરેગા હેઠળ કામ કર્યું છે.
દેશમાં કોરોનાની મહામારીના કારણે બિન આયોજિત લૉકડાઉનને કારણે કરોડો રોજિંદી મજૂરી કરનારાઓને તેમના ગામોમાં પાછા ફરવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં, ગ્રામીણ રોજગાર યોજના મનરેગા તેમની આજીવિકાનું એકમાત્ર સ્રોત બની ગયું છે. 2006-07માં મનરેગાની શરૂઆત બાદથી પ્રથમ વખત એવું બન્યું કે, નાણાંકીય વર્ષ 2020-21માં 11 કરોડથી વધુ લોકોએ મનરેગા યોજનામાં કામ કર્યું છે.
આ એવું સૂચવે છે કે, લોકડાઉનને કારણે બેરોજગારી ખૂબ જ ભયજનક સ્તરે પહોંચી ગઇ. પહેલી એપ્રિલના આંકડા પ્રમાણે 2020-21માં 11.17 કરોડ લોકોએ મનરેગામાં કામ કર્યુ, જે 2019-20માં કામ કરેલા 7.88 કરોડ લોકોની તુલનામાં 41.75 ટકા વધુ છે.
જો પરિવારોના આંકડા જોઈએ તો, નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન, મહત્તમ 7.54 કરોડ પરિવારોએ મનરેગામાં કામ કર્યું. જે 2019-20માં કરેલા કામ કરતા 37.59 ટકા વધારે છે. આ પહેલા, મનરેગામાં કામ કરતા સૌથી વધુ પરિવારોનો રેકોર્ડ વર્ષ 2010-11માં હતો, જે દરમ્યાન 5.5 કરોડ પરિવારોએ મનરેગા હેઠળ કામ કર્યુ હતું.
આ સાથે જ 2020-21માં સૌથી વધુ 68.58 લાખ પરિવારોએ મનરેગામાં 100 દિવસ માટે કામ કર્યુ. જે 2019-20માં 40.60 લાખ પરિવારો દ્વારા પુરા કરવામાં આવેલા 100 દિવસના કામની તુલનામાં 68.91 ટકા વધુ છે.
નાણાંકીય વર્ષ 2020-21માં પ્રતિ પરિવારે એવરેજ 51.51 દિવસ કામ કર્યુ, જે આ પહેલા 2019-20માં 48.4 દિવસની તુલનામાં થોડુ વધુ છે. મોદી સરકારે કોરોના વાયરસને કારણે ઉભા થયેલી અણધારી કટોકટીના સમાધામ માટે ‘આત્મનિર્ભર ભારત યોજના’ હેઠળ મનરેગા યોજનાના બજેટમાં 40,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. પહેલાના નિર્ધારિત 61 હજાર 500 કરોડ રૂપિયા થઇને નાણાંકીય વર્ષ 2020-21 માટે મનરેગા યોજના વધારીને 1.01 લાખ કરોડ રૂપિયાની થઈ હતી. આ સાથે કોઈ નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ મનરેગા બજેટની ફાળવણી ક્યારેય કરવામાં આવી નથી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31