GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ પકડી પીક/ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા નવા 2640 કેસ, 644 કેસ સાથે સુરત ટોપ પર

Last Updated on April 2, 2021 by

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે આજ રોજ રાજ્યમાં ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત થયા છે જેથી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ બાળકોમાં વધતા કોરોના કેસને લઈને તબીબો પણ ચિંતિત થયા છે. જે અંગે ડૉક્ટર રજનિશ પટેલે જણાવ્યું હતું કે, ‘સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના આંકડો 540 એ પહોંચ્યો છે. જેથી જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે.’

ત્યારે આજ રોજ રાજ્યમાં કોરોનાના નોંધાયેલા નવા 2640 કેસો નોંધાયા છે જ્યારે નવા 11 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2066 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,94,650 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 13,559 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 158 દર્દીઓ છે જ્યારે 13,401 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,94,650 છે તો કુલ મૃત્યુઆંક 4539 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 11 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 1 અને ભરૂચમાં પણ 1 એમ કુલ 11 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

જાણો આજ રોજ રાજ્યમાં ક્યાં કેટલાં કેસો નોંધાયા?

અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી બની ઝડપી

રાજ્યભરમાં વકરતા કોરોના કેસ વચ્ચે હવે અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી પણ ઝડપી બની છે. લોકો પણ કોરોનાને લઈને જાગ્રત બન્યા છે અને કોરોના ટેસ્ટિંગ માટે કતાર લગાવી હતી. સુરતમાં વધતા કોરોના કેસને લઈને મહાપાલિકા દ્વારા તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી. તો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો. વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સહિત 70 લોકો સંક્રમિત બન્યાં. જ્યારે રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાના બેડ હાઉસફૂલ બન્યા છે.

સુરતમાં રેલ્વે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ માટે મુસાફરોની લાંબી કતાર

સુરતમાં રેલ્વે સ્ટેશન પર મુસાફરોના કોરોના ટેસ્ટિંગ માટે મુસાફરોની લાંબી કતાર જોવા મળી. પ્રતિ દિવસ 600 જેટલા મુસાફરો રેલ્વે સ્ટેશને કોરોના ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યાં છે.. જેમાં 10 જેટલાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. રેલ્વે સ્ટેશન પર આવતી મહારાષ્ટ્ર સહિતની તમામ ટ્રેનોમાંથી આવતા મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત થયા છે જેથી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યાં છે. જેને લઈને માતા-પિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે

કોરોના સંક્રમિત બાળકો અને તેમની માતા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.. બાળકોમાં વધતા કોરોના કેસને લઈને તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ડૉક્ટર રજનિશ પટેલે કહ્યું છે કે, સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના આંકડો 540 પર પહોંચ્યો છે.. જ્યાં સુધી લોકો જાગૃત નહી થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે.

સુરતમાં આગામી શનિ-રવિ તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે

બીજી બાજુ સુરતમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને વીક એન્ડમાં માર્કેટ બંધ રાખવાની સુચના આપી છે. સુરતનું ઓળખ એવા કપડા બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરના સંક્રમણ અટકાવવા માટે શનિ રવિના દિવસોમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો અને માર્કેટ બંધ રહી હતી. જ્યારે રવિ સોમ હીરા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ કામગીરીમાં ઢીલાસ રખાતા મોટા કારખાના બંધ રહ્યાં ન હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33