Last Updated on April 2, 2021 by
રાજધાની દિલ્લીમાં કોરોનાના હાલાતો ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના આવાસમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં સીએમ કેજરીવાલે સંકેત આપ્યાં હતાં કે, દિલ્લીમાં લોકડાઉન નહીં લાગુ કરવામાં આવે. તેણે કહ્યું છે કે, દેશ માટે કોરોનાની બીજી વેવ છે ત્યારે દિલ્લી માટે કોરોનાની ચોથી વેવ છે. ઘણી ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. તે ચિંતાનો વિષય છે. પરંતુ ઘબરાવવાની જરૂર નથી. સરકાર તેના ઉપર નજર રાખી રહી છે.
दिल्ली में कोरोना के बढ़ते मामलों को लेकर सरकार सतर्क है और संक्रमण रोकने के लिए हर ज़रूरी कदम उठा रही है | Press Conference | LIVE https://t.co/ZxCaZLPuC9
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 2, 2021
મુખ્યમંત્રીએ કહ્યું છે કે, જે પણ પગલા ભરવા જોઈએ તે લઈ રહ્યાં છીએ. કેસ ઝડપથી વધી રહ્યાં છે. પરંતુ આ વખતે પાછલા કેસો કરતા ઓછા સિરિયસ કેસ દેખાઈ રહ્યાં છે. મોત ઓછા ખઈ રહ્યાં છે અને આઈસીયુમાં ઓછા દર્દી ભરતી થઈ રહ્યાં છે. આજે આશરે 50 ટકા દર્દી હોસ્પિટલમાં જઈ રહ્યાં છે. હોમ આઈસોલેશનમાં લોકો સારવારથી સ્વસ્થ થઈ રહ્યાં છે. સરકાર કોઈપણ પ્રકારનું લોકડાઉન કરવાનો વિચાર નથી કરી રહી. ભવિષ્યમાં લોકડાઉનની જરૂરત હશે તો તમારી સાથે વાતચીત કરશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, આજે મિટિંગમાં જોવા મળ્યું છે કે, હોસ્પિટલોમાં કેટલી વ્યવસ્થાની જરૂરત છે. એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, વેંટીલેટર, ઓક્સિજન અને આઈસીયુ ઉપર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. સમગ્ર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ક્યારે ક્યારે બેડમાં વધારો કરી શકાય અને ક્યારે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલોમાં બેડ વધારવામાં આવશે. વ્યાપક પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે. કોરોનાના સંક્રમણને રોકવામાં આવશે. ટેસ્ટ, ટ્રેસિંગ અને આઈસોલેશન ઝડપથી કરવામાં આવી રહ્યાં છે. કન્ટેમેન્ટ ઝોન બનાવીને બિમારીને રોકવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારનો રોલ ઓછો છે. જનતાનો રોલ વધારે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31