GSTV
Gujarat Government Advertisement

Big News : અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો મહત્વનો નિર્ણય, નવા આદેશ સુધી શહેરના તમામ જીમ રહેશે બંધ

Last Updated on April 2, 2021 by

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ‘શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદના તમામ જીમ બંધ રહેશે. નવા આદેશ સુધી તમામ જીમ બંધ રહેશે.’ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કહ્યું કે, ‘એક વાર એપેડમિક એક્ટ હેઠળ નોટિફિકેશન જાહેર કરાયા બાદ પોલીસ નોટિફિકેશનની પણ જરૂરીયાત રહેતી નથી.’ નોંધનીય છે કે, ગત રોજ ગુરૂવારના દિવસે સરકારે જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી હતી. જેથી જીમ સંચાલકો પણ સરકારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થયા હતાં. સોશિયલ ડિસ્ટન્સ સાથે તમામ નિયમોના પાલન સાથે જીમ ખોલવાની પરવાનગી અપાઇ હતી. પરંતુ આજે ફરી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આગામી આદેશ સુધી અમદાવાદના તમામ જીમ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

મહત્વનું છે કે, રેગ્યુલર જીમમાં જતા લોકોનું કહેવું એમ હતું કે, ‘કોરોનામાં હેલ્થ સારી રાખવા માટે જીમ તો જરૂરી છે. જેથી સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે.’ જીમ સંચાલકોનું પણ એમ કહેવું હતું કે, ‘તેમણે એક કલાકની બેચ રાખેલી છે, એક કલાકના ગેપ સાથે તેનાથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને જે લોકોને શ્વાસની બીમારી છે અને કેટલાંક બીપીના દર્દીઓ પણ જીમમાં આવતા હોય છે જેમના માટે ફેસ શીલ્ડ પહેરવું ફરજીયાત છે.’ પરંતુ આખરે ફરીથી કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં જીમ બંધ કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ગઇ કાલે જીમ ખોલાવ્યાં તો આજે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જીમ બંધ કરાવ્યાં.

રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદ અને સુરતમાં

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત રોજ ગુરૂવારના રોજ નવા 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. એમાંય સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવા 2410 કેસની સામે 2015 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 એ પહોંચી છે. ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે એવામાં તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટીમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ અમદાવાદ અને સુરતની જોવા મળી છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત થયા છે જેથી તેઓને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યાં છે. જેને લઈને માતા-પિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે

કોરોના સંક્રમિત બાળકો અને તેમની માતા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.. બાળકોમાં વધતા કોરોના કેસને લઈને તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ડૉક્ટર રજનિશ પટેલે કહ્યું છે કે, સગર્ભા મહિલાઓએ પણ હવે સાવચેત રહેવું પડેશે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓના આંકડો 540 પર પહોંચ્યો છે.. જ્યાં સુધી લોકો જાગૃત નહી થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે.

સુરતમાં આગામી શનિ-રવિ તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે

બીજી બાજુ સુરતમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને વીક એન્ડમાં માર્કેટ બંધ રાખવાની સુચના આપી છે. સુરતનું ઓળખ એવા કપડા બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. મ્યુનિ. તંત્રએ કોરના સંક્રમણ અટકાવવા માટે શનિ રવિના દિવસોમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો અને માર્કેટ બંધ રહી હતી. જ્યારે રવિ સોમ હીરા માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ કામગીરીમાં ઢીલાસ રખાતા મોટા કારખાના બંધ રહ્યાં ન હતાં.

વડોદરાની સયાજીરાવ યુનિ.માં 70થી વધુ વિદ્યાર્થીઓ-પ્રોફેસરો કોરોના સંક્રમિત

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે..અને વિવિધ ફેકલ્ટીના 70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત બન્યા છે..એમ.એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ ટેકનોલોજી ફેકલ્ટીના 21 આધ્યાપકો કોરોના સંક્રમિત થયા છે..ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં આઈઆઈએમ અને જીટીયુમાં પણ કોરોના વિસ્ફોટ થયેલો છે..અને હવે વડોદરાની મહારાજા ગાયકવાડ યુનિવર્સિટીમા કોરોના વિસ્ફોટ થયો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33