GSTV
Gujarat Government Advertisement

ષડયંત્ર: ભાજપના નેતાની ગાડીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે EVM મશીન, પ્રિયંકા ગાંધીએ લગાવ્યા આ ગંભીર આરોપ

Last Updated on April 2, 2021 by

આસામમાં એક ખાનગી કારમાં ઈવીએમ મળી આવવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેને લઈને ઘેરાવ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, દરેક વખતે ખાનગી ગાડીમાં ઈવીએમ મળવાના વીડિયો આવતા હોય છે. તેમાં અમુક વાતો કોમન હોય છે. ખાનગી ગાડિયો ભાજપ ઉમેદવાર અને તેમના સહયોગીઓની જ કેમ હોય છે ? પ્રિયંકાએ લખ્યુ છે કે, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ કરીને લોકો પર આરોપ લગાવતા હોય છે.

તથ્ય તો એ છે કે, આ પ્રકારની ઘટનાઓ તો સામે આવે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચૂંટણી પંચ આવી ફરિયાદોની સામે નિર્ણાયક રીતે કાર્યવાહી કરીને ઈવીએમ સાથે જોડાયેલા મામલાને લઈને ફેરવિચારણા કરવાની તાતી જરૂર છે. તમામ રાષ્ટ્રીય પાર્ટીઓએ તેને લઈને આ મામલે ધ્યાન આપવાની જરૂર છે.

શું છે સમગ્ર મામલો

મામલો આસામના પથરકંડી વિધાનસભા વિસ્તાર સાથે જોડાયેલો છે. જ્યાં સફેદ રંગની બોલેરો કારમાં ઈવીએમ મળ્યા હતાં. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાર પથરકંડી સીટના ધારાસભ્ય કૃષ્ણેંદુ પોલની છે. કૃષ્ણેદુ ભાજપના ઉમેદવાર પણ છે. કોંગ્રેસ અને AIUDF તેને ગંભીર મામલો ગણાવતા ચૂંટણી પંચ પાસે તેની તપાસ કરાવાની વાત કહી છે.

આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાએ ચૂંટણી પંચને આ મામલા પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યુ હતું કે, અમને આશા છે કે, ચૂંટણી પંચ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરશે.ઈવીએમની ખુલ્લી લૂંટ અને ધાંધલી નહીં રોકાય તો, કોંગ્રેસ પાર્ટી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું વિચારી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33