Last Updated on April 2, 2021 by
કોરોનાના કારણે ગયા વર્ષે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાર સિવાયના દરેક વાહનોના ટોલના દરોમાં વધારો કરાયો હતો. આ હાઇવે પર એક વર્ષ સુધી કારચાલકોને ટોલના દરોમાં રાહત રહ્યા બાદ આ વર્ષે પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. કાર ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો
વાહનોના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો
એક્સપ્રેસ હાઇવે પર તા.૧એપ્રિલથી કાર, જીપ તેમજ વાન સહિતના તમામ વાહનો માટે મુસાફરી મોંઘી બની ગઇ છે. કાર, જીપ તેમજ વાન માટે હવે રૃા.૧૧૦ના બદલે રૃા.૧૧૫ સિંગલ ટ્રિપ માટેનો ટોલ દર વસૂલવામાં આવશે આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી એક્સપ્રેસ-વે તરીકે ઓળખાતા આ એક્સપ્રેસ-વે પર મુસાફરી માટે છેલ્લે જુલાઇ-૨૦૧૩માં વાહનો પાસેથી લેવામાં આવતા ટોલટેક્સના દરોમાં ઘટાડો કરાયો હતો ત્યારબાદ ટોલના દરોમાં સતત વધારો થતો રહ્યો છે.
વર્ષ-૨૦૧૩માં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પરથી ટોલ વસૂલવાનો કોન્ટ્રાક્ટ આઇઆરબી કંપનીને સોંપવામાં આવ્યો હતો ત્યારે ટોલદરમાં ઘટાડો થયા બાદ વર્ષ-૨૦૧૪ના નવા નાણાંકિય વર્ષથી ટોલ દરમાં સતત વધારો થઇ રહ્યો છે. તા.૧ એપ્રિલથી અમલમાં આવનારા નવા દરોમાં કાર, જીપ તેમજ વાન માટેના ટોલ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના કારણે ગયા વર્ષે કારચાલકોને રાહત મળી હતી પરંતુ આ વર્ષથી વધારો અમલી બનાવી દેવાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31