GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, ઘાતક વાયરસથી થયા હતા સંક્રમિત

Last Updated on April 2, 2021 by

ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંદૂલકરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સચિન તેંદૂલકરે ખુદ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. સચિનને ડૉક્ટરોની સલાહ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં આશા જણાવી છે કે, તે થોડા જ દિવસોમાં ઘરે પરત ફરશે. સાથે જ લોકોને કોરોના મહામારીથી બચીને રહેવાની સલાહ પણ આપી છે.

સચિન તેંદુલકરે હાલમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ભાગ લીધો હતો. જ્યાં તેમની કેપ્ટનસીમાં ઈંડિયા લેજેંડ્સનો ખિતાબ જીતવામાં સફળતા મળી હતી. ફાઈનલમાં ટીમે શ્રીલંકા લેજેંડ્સને માત આપી હતી. આ ટૂર્નામેન્ટમના થોડા દિવસ બાદ સચિન તેંદુલકરને કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની વિગતો આવી હતી. ત્યાર બાદ ઈંડિયા લેજેંડ્સમાં શામેલ ત્રણ અન્ય ભારતીય ક્રિકેટર પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. તેમાં યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ અને એસ.બદ્રીનાખ પણ શામેલ છે.

27 માર્ચે થયો હતો કોરોના

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોરોના વાયરસની પુષ્ટી 27 માર્ચે થઈ હતી. કોરોના વાયરસના નોર્મલ લક્ષણો મળ્યા બાદ તેઓ ડોક્ટર્સની સલાહ મુજબ પોતોને ક્વોરન્ટાઈન કરી લીધા હતા. સચિને પોતે કોરોના વાયરસથી સંક્રમિત છે તેની જાણકારી ટ્વિટ દ્વારા આપી હતી.

જોકે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ઉપરાંત તેમના પરિવારમાં અન્ય કોઈને કોરોનાના લક્ષણ નથી મળ્યા. આ સમયે મુંબઈ સહીત સમગ્ર મહારાષ્ટ્ર કોરોના વાયરસના શકંજામાં ફસાયેલું છે. ભારતમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્ર માંથી સામે આવી રહ્યા છે. સચિન પણ મુંબઈમાં જ રહે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33