Last Updated on April 2, 2021 by
મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. હાલ કેટલાંક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોનાઆ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં વણસી રહી છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. તો સાથે જ, પ્રદેશમાં કુલ કેસની સનાખ્ય 28 લાખ 56 હજારને પર થઇ ગઈ છે. જયારે એપ્રિલમાં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે ઓક્ટોબર બાદ થયેલ મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કોરોના વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 54898 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આજે સરકાર કરી શકે છે લોકડાઉનની જાહેરાત
રાજ્યમાં કોરોનાની કથળતી સ્થિતિને જોતા આજે સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે. આજે કેબિનેટ સચિવ રાજ્યો સાથે બેઠક કરશે. બેઠક બાદ રાજ્ય સરકાર લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને લોકડાઉન લગાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. જોકે પ્રદેશના અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ અને આંશિક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં કોરોના પર નિયંત્રણ નથી આવી રહ્યું.
62 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ
મહારાષ્ટ્રના પુણે શહેર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. અને અહીં સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક થઇ રહી છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે રાયમાં અત્યારસુધીમાં 62,45,860 લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ બુધવારે 2,16,211 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31