Last Updated on April 2, 2021 by
શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ મહીનાના અંત સુધીમાં એટલેકે એપ્રિલ માસના અંતમા 20 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
તેવામાં આજથી ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ, ગુજરાતની હાલની 6.48 કરોડની વસતિના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે.
આ અંગે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે.” આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત સાચી માનીએ તો ગુજરાતમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે, જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 29 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિ 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અપાઈ ચૂકી હશે.
62.5 ટકા લોકોને જૂન સુધીમાં મળી જશે વેક્સિન
આરોગ્ય વિભાગના ટાર્ગેટ મુજબ, 2.50 લાખ લોકોને દૈનિક રસી આપવામાં આવી તો એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાના અંતે વધુ 2.25 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. માર્ચના અંત સુધીમાં 54.67 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. આમ, જૂનના અંત સુધીમાં કુલ 2.80 કરોડો લોકો રસી મળી ચૂકી છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 62.5 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિના 43 ટકા થશે.
નવરાત્રિ પહેલાં 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન અપાઈ જશે
જો લક્ષ્યાંક પ્રમાણે વેક્સિનેશન પ્રોગ્રામ ચાલ્યો તો સાડાપાંચ મહિનાના અંતમાં એટલે કે 7 સપ્ટેમ્બર સુધીમાં એટલે નવરાત્રિના તહેવાર પહેલાં ગુજરાતના 18 વર્ષથી વધુ ઉંમરના તમામ 4.48 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. જ્યારે ગુજરાતની કુલ વસતિ 6.48 કરોડ પ્રમાણે ગણીએ તો અંદાજે 70 ટકા વસતિ વેક્સિનેટેડ થઈ ચૂકી હશે.
ગુજરાતમાં સપ્ટેમ્બરથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે
અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ‘ક્લીવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશના ડેટા પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31