Last Updated on April 2, 2021 by
પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે આજે તમામ પાર્ટીઓ એડિચોટીનું જોર લગાવશે. પશ્ચિંમ બંગાળ અને આસામ બાદ પ્રધાનમંત્રી મોદી શુક્રવારે તમિલનાડૂ અને કેરલમાં ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી શુક્રવારે સાંજે તમિલનાડૂ પહોંચી ગયા હતા.
Tamil Nadu: PM Narendra Modi offers prayers at Arulmigu Meenakshi Sundareshwarar Temple in Madurai. pic.twitter.com/jEcE3Q0wKq
— ANI (@ANI) April 1, 2021
પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ દક્ષિણ ભારત તરફ રવાના થયા હતા. પીએમ મોદી આજે ત્યાં 4 રેલીને સંબોધન કરવાના છે. મોડી સાંજે વડાપ્રધાન મોદી સૌથી પહેલા મદુરાઈના પ્રસિદ્ધ મિનાક્ષી મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા. મંદિરમાં પહોંચતા જ મીનાક્ષી સુંદરેશ્વરર મંદિરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.
#WATCH | PM Narendra Modi visits Arulmigu Meenakshi Sundareshwarar Temple in Madurai, Tamil Nadu. pic.twitter.com/ZF3rq0Q1tZ
— ANI (@ANI) April 1, 2021
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી શુક્રવારે મદુરાઈમાં ચૂંટણી સભાની શરૂઆત કરશે. પીએમ મોદી જનસભામાં તમિલનાડૂના મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામી સહિત અન્ય નેતાઓ પણ હાજર રહેશે. મદુરાઈમાં જાહેરસભાને સંબોધન કર્યા બાદ કેરલ તરફ રવાના થશે.
Tamil Nadu: PM Narendra Modi visits Arulmigu Meenakshi Sundareshwarar Temple in Madurai. pic.twitter.com/MspShoiUO0
— ANI (@ANI) April 1, 2021
અહીં પીએમ મોદી પખાનામથિટ્ટામાં જાહેરસભા કરશે. ત્યાર બાદ સવા 4 વાગ્યે વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં જાહેરસભાને સંબોધન કરશે. કન્યાકુમારીમાં જાહેરસભા બાદ પીએમ મોદી કેરલ જવા રવાના થશે અને ત્યાં પણ સવા 6 કલાકે તિરુવનંતપુરમમાં એક જાહેરસભાને સંબોધન કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31