GSTV
Gujarat Government Advertisement

BCCIએ ટી-૨૦ વર્લ્ડ કપને લઈને કર્યો આ મહત્વનો નિર્ણય, પાકિસ્તાનના ખેલાડીઓને મળશે રાહત

Last Updated on April 2, 2021 by

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇસીસીને ખાતરી આપી છે કે તે આગામી વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારી ટી-૨૦ વર્લ્ડ કપ માટેના ટેક્સના પ્રશ્ન અને પાક ખેલાડીઓને વિઝાની બાબતનો ઉકેલ લાવી દેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આ વર્લ્ડ કપ માટે બીસીસીઆઇ પાસેથી વિઝાની ખાતરી માંગી છે.

ત્રિમાસિક બેઠકમાં બીસીસીઆઇએ આઇસીસીના બોર્ડને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ખેલાડીઓના વિઝાનો મુદ્દો આગામી એક મહિનામાં ઉકેલાઈ જશે. વર્લ્ડ કપને કરમાં રાહતને લઈને આઇસીસી અને બીસીસીઆઇએ કેટલાય વર્ષોથી એકબીજા સામે ટકરાયા છે. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે આ બાબત પણ તે મહિનામાં ઉકેલાઈ જશે.

આઇસીસીના બોર્ડે હવે જોગવાઈ કરી છે કે કોઈ આઇસીસી ટુર્નામેન્ટ બાયોબબલમાં રમાતી હોય તો ટીમો સાત વધારાના ખેલાડીઓ લઈ જઈ શકશે. આના પગલે સપોર્ટ સ્ટાફ સાથે ટીમ અને તેના સભ્યોની સંખ્યા વધારીને ૨૩ની ૩૦ કરી શકાશે. આનો અર્થ એમ કરી શકાય કો જો કોરોનાની અસરમાં ઘટાડો જોવા ન મળ્યો તો વિવિધ ટીમોની જંગી ટી-૨૦ સ્કવોડ જોવા મળશે. આઇસીસીએ આ ઉપરાંત ચાલુ વર્ષે યોજાનારી વીમેન્સ અંડર-૧૯ વર્લ્ડ કપ પણ ૨૦૨૩ સુધી મુલતવી રાખ્યો છે. આઇસીસીનું કહેવું હતું કે રોગચાળાના લીધે દેશોને તેમની ટીમ તૈયાર કરવાનો સમય જ મળ્યો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33