Last Updated on April 2, 2021 by
ભારત સાથે ફરીથી વેપાર શરૂ કરવા મુદ્દે પાકિસ્તાને રાતોરાત યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ બુધવારે ભારતમાંથી કપાસ અને ખાંડની આયાતને લીલી ઝંડી આપી હતી, પરંતુ ગુરુવારે કેબિનેટે આ ભલામણ નકારી કાઢતા ભારતમાંથી કપાસ-ખાંડની આયાતને મંજૂરી આપી નહોતી.
કેબિનેટે આપી હતી ભારત સાથેના વેપારની મંજૂરી
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ગુરુવારે જણાવ્યું કે હાલ ભારત સાથે સંબંધ સામાન્ય થવા શક્ય નથી. શાહ મહમૂદ કુરૈશીએ કેબિનેટ બેઠક પછી કહ્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાકિસ્તાની મંત્રીમંડળનો મત છે કે ભારત જમ્મુ-કાશ્મીર અંગે કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય પાછો ન લે અને જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશના સંબંધો સામાન્ય થવા શક્ય નથી. કુરૈશીએ કહ્યું, તાજેતરના સમયમાં એવી ધારણા બની રહી હતી કે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો સામાન્ય થઈ રહ્યા છે અને વેપારને મંજૂરી અપાઈ છે. પરંતુ કેબિનેટે આર્થિક સંકલન સમિતિનું સૂચન ફગાવી દીધું છે.
ભારત સાથે કપાસ અને ખાંડના વેપારનો પ્રસ્તાવ પાછો લીધો
હકિકતમાં બુધવારે પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ તેના એક રિપોર્ટમાં ભારત સાથે કપાસ અને ખાંડનો વેપાર શરૂ કરવા અપીલ કરાઈ હતી, પરંતુ પાકિસ્તાનની કેબિનેટે આ ભલામણ ફગાવી દેવાની સાથે જ કાશ્મીર રાગ આલાપવાનું ચાલુ રાખ્યું હતું. સૂત્રો મુજબ ઈમરાન ખાનની સરકારે વિપક્ષ અને પાકિસ્તાની પત્રકારોની આકરી ટીકા પછી ભારત સાથે વેપાર શરૂ કરવાનો પ્રસ્તાવ પાછો લઈ લીધો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31