Last Updated on April 2, 2021 by
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન એચ-૧બી સિહિતના વિદેશી કર્મચારીઓના વિઝા પરનો પ્રતિબંધને સમાપ્ત થઇ જવા દીધો છે એટલે કે આ પ્રતિબંધને આગળ વધાર્યો નથી. અગાઉના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી સહિતના વિદેશી કર્મચારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધના નોટિફિકેશનની અવધિ સમાપ્ત થઇ ગઇ હતી અને બાઇડેને આ પ્રતિબંધને ચાલુ ન રાખવાનો નિર્ણય લેતા હજારો આઇટી પ્રોફેશનલને લાભ થશે. હવે નવા એચ-૧બી વિઝા ઇશ્યુ કરવામાં આવશે.
ટ્રમ્પે હંગામી ધોરણે લગાવ્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લોકડાઉનના સમયમાં જૂન મહિનામાં ટ્રમ્પે એચ-૧બી સહિતના નોન ઇમિગ્રન્ટ કે ટેમ્પરરી વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ટ્રમ્પનું માનવું હતું કે આ પ્રકારના વિઝા ધરાવતા લોકો અમેરિકામાં રહેશે તો તેનાથી આર્થિક રિકવરીના સમયમાં અમેરિકાના લેબર માર્કેટને નુકસાન થશે.
ટ્રમ્પે આપ્યો હતો આવો હવાલો
૩૧ ડિસેમ્બરના રોજ ટ્રમ્પે આ પ્રતિબંધના નોટિફિકેશનની મુદ્દત વધારી ૩૧ માર્ચ, ૨૦૨૧ કરી દીધી હતી. તે સમયે ટ્રમ્પે જણાવ્યું હતું કે મહામારીને કારણે લાખો અમેરિકનોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. બેકારીનો દર ખૂબ જ વધી ગયો છે અને સમગ્ર અમેરિકામાં કર્મચારીઓ સામે ગંભીર આર્થિક પડકાર રહેલો છે.
બાઈડને ચૂંટણી પ્રચારમાં આપ્યુ હતું વચન
જો કે બિડેને ૩૧ માર્ચ પછી આ નોટિફિકેશનને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે બાઇડેને ચૂંટણી પ્રચારમાં જ વચન આપ્યું હતું કે તે એચ-૧બી વિઝા પરના પ્રતિબંધ દૂર કરશે. તેમણે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓને ક્રૂર ગણાવી હતી.
આજે સાથે જ અમેરિકન કંપનીઓ ટેલેન્ટેડ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખી શકશે. બુધવારની મધરાત સુધી બાઇડેન દ્વારા કોઇ નોટિફિકેશન જારી કરવામાં ન આવતા નવા એચ-૧બી વિઝા ઇશ્યુ કરવા પરનો પ્રતિબંધ ઓટોમેટિક દૂર થઇ ગયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31