GSTV
Gujarat Government Advertisement

દેશની રાજધાનીમાં આ વર્ષના તૂટ્યા તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં 2700થી વધુ કેસો આવ્યા: રાજ્ય સરકારે બોલાવી ઇમર્જન્સી મિટિંગ

Last Updated on April 2, 2021 by

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુરુવારે, દિલ્હીમાં કોરોનાના 2,790 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે કોઈ પણ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. ‘કોરોના વિસ્ફોટ’થી પ્રભાવિત દિલ્હી સરકારે શુક્રવારે ઇમર્જન્સિ મિટિંગ બોલાવી છે જેથી રોગચાળાને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી શકાય.

રોગચાળાને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરી શકાય.

દરમિયાન, વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે સ્કુલોને આગામી હુકમ સુધી તમામ વર્ગોનાં વિદ્યાર્થીઓ માટે બંધ કરી દીધી છે. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે આરોગ્ય પ્રધાન અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે એક્શન પ્લાન તૈયાર કરવા માટે ‘તાકીદ’ની બેઠક બોલાવી છે.

તૈયાર કરવા માટે ‘તાકીદ’ની બેઠક બોલાવી

મુખ્યમંત્રી ઓફિસ દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આવતીકાલે (શુક્રવારે) સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયમાં તાકીદની બેઠક મળશે.” જેમાં આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક સ્તરે વિસ્તારવા માટે કેન્દ્ર સરકારે જાહેર રજાઓ સહિત આખા એપ્રિલ મહિનામાં સરકારી અને ખાનગી સેક્ટરના બધા જ કોરોના રસીકરણ કેન્દ્રો ચાલુ રાખવા નિર્દેશ આપ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે રાજ્યોને પત્ર લખ્યો છે.

CORONA TEST

દરમિયાન દેશમાં કોરોનાની રસીના ૬.૫ કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાં ફ્રન્ટલાઈન વર્કર્સ, સ્વાસ્થ્ય ક્ષેત્રના કર્મચારીઓ, ૬૦ વર્ષથી વધુ વયના લોકો તેમજ ચોક્કસ બીમારી ધરાવતા ૪૫ વર્ષથી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. આ અભિયાન હેઠળ ગુરુવારથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ રસી મેળવી શકે છે.ગુરુવારે ૪૫ વર્ષથી વધુ વયના સેંકડો લોકોએ રસી લીધી હતી.

કોરોના

ગુરુવારથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ રસી મેળવી શકે

દરમિયાન નિષ્ણાતોએ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે  સરકારને ખાનગી ક્ષેત્રનો સાથ મેળવી રસીકરણ અભિયાનની ગતિ વધારવા ભલામણ કરી છે. સરકારે જણાવ્યું હતું કે, ભારતમાં ખૂબ જ ઝડપથી કોરોના મહામારી ફેલાઈ રહી છે. કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ અત્યંત વિકટ બની છે, પરંતુ સમગ્ર દેશ પર તેનું જોખમ હજી યથાવત્ છે તેમ નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33