GSTV
Gujarat Government Advertisement

લવ જેહાદ મુદ્દે સરકાર આકરા પાણીએ : જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો થશે 5 લાખનો દંડ અને આટલાં વર્ષની સજા

Last Updated on April 1, 2021 by

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું છે. ખૂબ લાંબી ચર્ચા બાદ આ બિલ પાસ કરવામા આવ્યું છે. વિધાનસભાના બજેટ સત્રના છેલ્લાં દિવસે ‘ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003’ માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો છે.

આ કાયદો એ કોઈ પોલિટિકલ સ્ટંટ નથી : પ્રદિપસિંહ

ગુજરાતમાં લવ-જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ અંગે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ‘લવ જેહાદની સામે અમે વર્ષોથી લડતા આવ્યાં છીએ. આ કાયદો એ કોઈ પોલિટિકલ સ્ટંટ નથી. અમે બહુ દિલથી આ કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. આ કાયદા મુજબ હવે લગ્ન કરે કે લગ્ન કરાવડાવે તો 05 લાખ રૂપિયા સુધીનો દંડ અને 02 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. લવ જેહાદના કાયદાનું ઉલ્લંઘન કરે તો 10 વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. આ કાયદાને કોંગ્રેસે મતોની રાજનીતિ ગણી છે. અમે રાજનીતિમાં નહીં અમે રાષ્ટ્રનીતિને વરેલા છીએ.’

  • ડીવાયએસપી કક્ષાના કે‌ તેની ઉપરના પોલીસ અધિકારી જ‌ તપાસ કરી શકશે.
  • ગુનેગાર અને મદદ કરનાર બંને સામે ગુનો નોંધાશે.
  • ખોટા નામ, અટક, ધાર્મિક ચિહ્નોના લગ્નમાં ઉપયોગ ગુનો બનશે.
  • કોઈ પણ વ્યક્તિ સીધી રીતે અથવા કોઈ પણ વ્યક્તિનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ. આવી વ્યક્તિ 3 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર બનશે.
  • પીડિત સાથે લોહીના સંબંધ ધરાવનારા વ્યક્તિઓ પણ ફરિયાદ કરી શકશે. નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ, તેના માતાપિતા, ભાઈ-બહેન, લોહીના સગપણથી, લગ્ન અથવા દત્તક વિધાનથી સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ આ અધિનિયમ હેઠળ ફરિયાદ કરી શકે છે.
  • કાયદા અંતર્ગત ગુનેગારને ત્રણ થી પાંચ વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો સાથે જ બે લાખ રૂપિયાથી વધુના દંડની જોગવાઈ
  • આરોપી સગીર, સ્ત્રી અથવા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિની વ્યક્તિના સંબંધમાં કરાયું હોય તો આરોપીને ચાર વર્ષથી ઓછી નહીં, પરંતુ સાત વર્ષ સુધીની સજા થશે અને તેને 3 લાખ રૂપિયાનો દંડ થશે.
  • ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાનો હેતુથી કામ કરતી આરોપી સંસ્થા માટે ત્રણથી દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ, સાથે જ 5 લાખ સુધીના દંડની જોગવાઈ.
  • આ સાથે જ આવી સંસ્થા અથવા સંગઠન રાજ્ય સરકાર દ્વારા અપાતી કોઈ ગ્રાન્ટ માટે હકદાર નહીં થાય.
  • નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે
  • ગુનો બિનજામીનપાત્ર ગણવામાં આવશે
  • કપટથી લગ્ન કરવા કે લગ્નમાં સહાય કરવી ગુનો બનશે.

ઉલ્લેખનીય છે કે, બિલ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, ‘મારા જીવનમાં સૌથી મહત્વનુ બિલ રજૂ કરવાની મને તક મળી છે. તેમણે કહ્યું કે હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટતા સમાન માને છે. દીકરીઓને કસાઈ ના હાથે ન જવા દેવાય. જેહાદીઓ ના હાથે હિન્દુ દીકરી ન જાય તે માટે આ કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે દીકરીઓને હેરાન કરનારને સરકાર ક્યારે છોડશે નહીં.’

ઈમરાન ખેડાવાલાએ ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક વિધાનસભામાં ફાડી નાખ્યું

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધર્મ સ્વતંત્ર સુધારા વિધેયક વિધાનસભામાં ફાડી નાખ્યું. જોકે, બાદમાં ઈમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિધાનસભામાં બિલ ફાડવું તે યોગ્ય વર્તન ન હતું. ઈમરાન ખેડાવાલાએ આ બિલને અયોગ્ય ગણાવ્યું છે. સમગ્ર ઘટના બાદ રાજ્યના ગૃહ પ્રધાન પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉઠાવી ઈમરાન ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સરકાર માત્ર હિંદુઓને ગેરમાર્ગે દોરી રહી છે : ગ્યાસુદ્દીન શેખ

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા લવ-જેહાદ વિધેયક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઈ રાજકીય ઈરાદા પાર કરવા હેતુસર બિલ ન હોવું જોઈએ. સરકાર કોરોના નથી રોકી શકતા, મોબાઈલ ચોરને નથી રોકી શકતા, બેરોજગારને રોજગારી નથી આપી શકતા માત્ર હિંદુઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ઉપરાંત તેમને છળ-કપટ કરનારને ફાંસી ચડાવાની તેમને હિમાયત પણ કરી હતી. મહત્વનું છે કે, વિધાનસભા અધ્યક્ષે જ્ઞાસુદીન શેખને શાંતિથી બોલવા માટે જણાવ્યું હતું. તેમને ઉશ્કેરાટમાં બોલતા અધ્યક્ષે બે મિનિટ માટે બેસાડી દીધાં હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33