GSTV
Gujarat Government Advertisement

ખુલાસો/ રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થાને લઇને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું મોટું નિવેદન, જાણો ગુજરાતમાં કુલ કેટલાં ઇન્જેક્શન

Last Updated on April 1, 2021 by

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના અહેવાલોને આરોગ્ય વિભાગે પાયાવિહોણાં ગણાવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ‘રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 32 હજાર 965 ઇન્જેક્શન છે. જે અંતર્ગત તમામ હોસ્પિટલોમાં મળીને કુલ 13 હજાર 860 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19 હજાર 105 ઇન્જેક્શનનો જથ્થો છે જે જિલ્લાઓમાં વિતરણ થશે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયાએ જણાવ્યું કે, રેમડેસિવીર ઉપરાંત કોરોનાની અન્ય જરૂરી દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આથી, રાજ્યના નાગરિકો દવા કે સારવાર અંગે ચિંતા ન કરે તેમ કમિશનર કોશિયાએ અપીલ કરી છે.’

હવે આ ઈન્જેક્શનો રૂ।. 1700 ના ભાવે આપવાનો નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફરી કોરોના ટોચ ઉપર પહોંચ્યો છે અને હોસ્પિટલો ભરાવા લાગી છે જેમાં ગંભીર થતા દર્દીઓની સારવારમાં ‘રેમડેસિવીર’ ઈન્જેક્શનનો તબીબો છૂટથી ઉપયોગ કરતા હોય છે. આ ઈન્જેક્શનના એક વર્ષ સુધી રૂ. 5400 ના ભાવ દર્દીઓ પાસે પડાવાતા અને ઈન્જેક્શનો માત્ર હોસ્પિટલમાંથી અપાતા હતા જેનાથી દર્દીઓ લૂંટાઈ રહ્યાનું જાણવામાં આવતા કેમીસ્ટોનો આત્મા ઢંઢોળાયો હતો અને તેમણે હવે આ ઈન્જેક્શનો રૂ. 1700 ના ભાવે આપવાનો નિર્ણય જાહેર કરાયો છે.

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કેમીસ્ટ કાઉન્સિલના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને સેક્રેટરી અનિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ ઈન્જેક્શન હોસ્પિટલ દ્વારા રૂ. 5400 ની મોટી રકમ લઈને આપવામાં આવે છે, કોરોના દર્દીઓને રાહત માટે અમે આ ઈન્જેક્શનને રૂ. 1700 ના ભાવથી સ્ટોકીસ્ટો મારફત આપવામાં આવશે અને તેમાં 12 ટકાનો ટેક્સ પણ સમાવિષ્ટ છે.’ કેમીસ્ટ એસો.એ જણાવ્યું કે, ‘કેન્દ્ર અને રાજ્ય સરકારનો સાથ લઈને મહામારીમાં લોકોને લૂંટાતા બચાવવા અમે જરૂર પડે ત્યાં મદદરૂપ થવા તૈયાર છીએ.’

This image has an empty alt attribute; its file name is remdesivir-injection-in-gujarat-1024x683.jpg

ગંભીર વાત એ છે કે સરકારે ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે હોસ્પિટલનો રૂમ ચાર્જ, તબીબી ચાર્જ વગેરે તો નક્કી કર્યા છે જે સામાન્ય છે પરંતુ, ઈન્જેક્શનો,દવાના કેટલા નાણાં વસુલવા તે અંગે ભાવબાંધણુ કર્યું નથી. જે કારણે કોરોના દર્દીએ સારવાર માટે અધધધ બે-ચાર લાખ રૂ।.નો ખર્ચ ખાનગી હોસ્પિટલોમાં કરવો પડે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33