GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ફફડાટ/ ફરી સ્કૂલો બંધ : આ રાજ્યે નવા આદેશ સુધી સ્કૂલો ન ખોલવા માટે આદેશ કર્યો, માત્ર આમને છૂટ

Last Updated on April 1, 2021 by

દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકારે આગામી આદેશ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ સમયે ઓનલાઇન ક્લાસ શરૂ રહેશે. શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે દિલ્હીમાં શાળાઓ કોઈપણ ક્લાસના છાત્રોને નવા આદેશ સુધીના નવા એકેડમિક સેશનમાં બોલાવવામાં આવશે નહીં.

જો કે 9થી 12 ક્લાસના છાત્રોને પેરેંટસની મંજૂરી પછી મિડ ટર્મ / પ્રી બોર્ડ / એન્યુઅલ એગ્જામ / બોર્ડ પરીક્ષા / પ્રેક્ટિકલ પરીક્ષા / પ્રોજેક્ટ વર્ક / ઇન્ટરનલ એસેમેન્ટ માટે સ્કૂલમાં બોલાવવામાં આવશે.

એપ્રિલમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલમાં

આજે નવી દિલ્હીની શાળાઓમાં ઔપચારિક રૂપે નવા સત્રની શરૂઆત થઈ હતી. ગત વર્ષે પણ કોરોના સંક્રમણ વધતાં લોકડાઉન પહેલાં જ સ્કૂલોને બંધ કરાવવામાં આવી હતી. ગયા વર્ષે એપ્રિલમાં જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલમાં છે. ગત એપ્રિલમાં ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા આ વર્ષે પણ ઓનલાઈન ક્લાસને માત્ર છૂટ મળી છે.

દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના કેસોમાં ઝડપી તેજી જોવા મળી રહી છે. બુધવારના રોજ 1,819 લોકો કોરોનાથી સંમિશ્રિત થયા હતા અને 11 લોકો મૃત્યુ પામ્યા હતા. દિલ્હીમાં હવે સુધીમાં 6,62,430 લોકો કોરોનાથી સંક્રમિત આવે છે અને 11,027 દર્દીઓના મૃત્યું થયા છે. કેજરીવાલે કાલે ઇમરજન્સી એક બેઠક બોલાવી છે. જેમાં વધુ નિયમો લાગુ થાય તેવી સંભાવના છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33