Last Updated on April 1, 2021 by
કોરોના વાયરસ મહામારીએ ફરી એક વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની હાલત બગાડી છે. અહીંયા રોજના કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતિંત દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. જે બાદ મોટો નિર્ણય લેવામાં આવશે અને તેની જાહેરાત થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
શુક્રવારે સાંજે 4 વાગ્યે થશે બેઠક
શુક્રવારે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી આવાસ ઉપર થનારી આ બેઠકમાં દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની સાથે સંબંધિત વિભાગોના અધિકારી શામેલ થશે. બેઠકમાં કોરોનાથી લડવા માટે એક્શન પ્લાન, વૈક્સિનેશન, કંટેનમેન્ટ ઝોન, હોસ્પિટલોમાં બેડની જોગવાઈઓની સમિક્ષા કરવામાં આવશે અને સંક્રમણ રોકવા માટે પ્લાન બનાવવામાં આવશે.
વિકેંડ લોકડાઉનની જાહેરાત થવાની શક્યતા
દિલ્લીમાં વધતા સંક્રમણ ઉપર કાબુ મેળવવા માટે સીએમ કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. તેમાં નાઈટ કર્ફ્યુ, વિકેન્ડ લોકડાઉન જેવા કેટલાક પ્રતિબંધોની જાહેરાત થઈ શકે છે. જો આંકડા ઉપર નજર નાંખીએ તો દિલ્લીમાં દરરોજ 1500થી વધારે કેસો સામે આવી રહ્યાં છે. બુધવારે પણ કોરોનાના 1819 નવા દર્દીઓ મળ્યાં હતાં. જ્યારે વધુ 11 દર્દીઓના મોત નીપજ્યાં છે.
મુંબઈમાં બંધ થઈ શકે છે મોલ અને સિનેમાઘરો
શુક્રવારે મુંબઈમાં પણ કડક પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે. મેયર કિશોરી પેડળેકરે તેના સંકેત દેતા કહ્યું હતું કે, કોરોના બેડ્સની સંખ્યા 16 હજારથી વધારીને 25 હજાર કરવામાં આવી રહી છે. અમે તૈયારીઓ કરી રહ્યાં છીએ એનો અર્થ એ નથી કે, દર્દીઓ વધવા જોઈએ. ભલે મહાનગરપાલિકાની તમામ તૈયારીઓ બેકાર ચાલી જાય પરંતુ એક પણ વ્યક્ત કોરોના સંક્રમિત હોવો જોઈએ નહીં. કાલથી આ પ્રતિબંધો લાગી શકે છે કારણ કે લોકો કોરોનાના નિયમોનું પાલન નથી કરી રહ્યાં.
ક્યાં ક્યાં સ્થળોનો કરાયો સમાવેશ
- ધાર્મિક સ્થળો સમગ્રપણે બંધ કરી દેવામાં આવશે.
- મોલ-સિનેમાઘરોને સમગ્રપણે બંધ કરાશે.
- લોકલ ટ્રેનોમાં ફરી એક વખત અતિઆવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને છોડીને બાકીના યાત્રિકો માટે એન્ટ્રી બંધ થઈ શકે છે.
- હોટલ માત્ર 50 ટકાની ક્ષમતા સાથે ચાલી શકે છે.
- પ્રાઈવેટ ઓફિસમાં બે શિફ્ટમાં ચલાવવાનો આદેશ પણ આવી શકે છે.
- દુકાનો અને બજારમાં એક એક દિવસ છોડીને દુકાનો ખોલવાનો આદેશ પણ આવી શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31