GSTV
Gujarat Government Advertisement

સુરત-અમદાવાદ બાદ હવે વડોદરા ઝપેટમાં, આવકવેરા વિભાગમાં 40 કર્મચારીઓ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

Last Updated on April 1, 2021 by

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ, સુરતમાં રોજબરોજના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ અને વડોદરા પણ કોરોનાના ભરડામાં આવી ગયું છે. ત્યારે ગઇ કાલે બુધવારના રોજ અમદાવાદમાં નવા 620 કેસ, સુરતમાં 744 નવા કેસ, રાજકોટમાં નવા 208 કેસ અને વડોદરામાં 341 નવા કેસ નોંધાયા છે. ત્યારે વડોદરામાં ફરી કોરોનાનો વિસ્ફોટ થતા શહેરના આવકવેરા વિભાગમાં કોરોનાનો કહેર સર્જાઇ ગયો છે. આવકવેરા વિભાગનાં વધુ 15 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી આવતી કાલ (શુક્રવાર) થી ત્રણ દિવસ માટે આવકવેરા ઓફીસ બંધ રહેશે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 40 કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોરોનાની મહામારી વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યાં છે. વડોદરાની SSG હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્રમાં દોડધામ મચી છે. બીજી તરફ શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. હોસ્પિટલ દ્વારા બાળકો માટે અલગથી આઇસોલેશન સુવિધા ઉભી કરાઇ છે. પરંતુ હવે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થતાં મેડિકલ જગત માટે મોટો પડકાર ઉભો થયો છે.

રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થતા કુલ આંક 4519એ પહોંચ્યો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે આજ રોજ વધુ નવા કેસોનો આંક 2300 ને પાર થઇ ગયો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 152 દર્દીઓ છે જ્યારે 12,458 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,90,569 છે તો કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3 અને વડોદરામાં 1 અને ખેડા અને મહીસાગરમાં પણ 1-1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસના વોર્ડ નં. 1ના મહિલા કોર્પોરેટરે લગાવ્યાં આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસના વોર્ડ નં.૧ ના મહિલા કોર્પોરેટરે વડોદરામાં કોરોનાના કેસના આંકડા સંતાડવાની ગેમમાં કોરોના સ્પ્રેડ થઇ જાય છે, તેવો આક્ષેપ કરતા કહ્યું છે કે વડોદરામાં કોરોનાના રોજ ૩૦૦૦ કેસ થાય છે, પરંતુ માત્ર ૩૫૦ જાહેર કરવામાં આવે છે.

શહેરમાં કોરોનાના રોજ ૩૦૦૦ કેસ થાય છે, પરંતુ માત્ર ૩૫૦ જાહેર કરવામાં આવે છે

શહેરની એસએસજી અને ગોત્રી હોસ્પિટલના જ આંકડા અપાય છે, એમ જણાવી તેમણે કહ્યું કે કોર્પોરેશનના ૩૪ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરના રોજના આશરે ૯૦૦ કેસ થાય છે, તેની વિગતો પણ અપાતી નથી. સયાજી અને ગોત્રીના પણ રેપિડ ટેસ્ટના આંકડા જાહેર કરાતા નથી. જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે આટલો કોરોના ન હતો, અને હવે જ્યારે સંક્રમણ વધી ગયું છે ત્યારે સાચી વિગતો અપાતી નથી, એમ કહી તેમણે ઉમેર્યું હતું કે હેલ્થ સેન્ટરના આંકડા દરરોજ ઓનલાઇન મૂકવા જોઇએ. જે શંકાસ્પદ જણાય તેના આરટીપીસીઆર ટેસ્ટ કરો.

શંકાસ્પદ જણાય તેના આરટીપીસીઆર ટેસ્ટ કરો

વડોદરામાં રોજના ૩૦૦ નહીં, ૩૦૦૦ કેસ થાય છે. ખાનગી હોસ્પિટલોમાં બે-ત્રણ દિવસનું વેઇટિંગ ચાલે છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ હોય તેને પણ બિનધાસ્ત ઘરે જવા દેવાય છે. સરકાર પોતે ૭૦ ટકા આરટીપીસીઆર ટેસ્ટ રોજ કરવાનું કહે છે, તો પછી શા માટે કરતા નથી?

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33