Last Updated on April 1, 2021 by
હવાઈ મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડિગોએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેણે ક્ષેત્રીય સંપર્ક યોજના ઉડાન RCS-UDAN Scheme હેઠળ 28 માર્ચથી 14 નવી ફ્લાઈટ્સ શરૂ કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભુવનેશ્વર-ઈલાહાબાદ, ભુવનેશ્વર-વારાણસી, ભોપાલ-ઈલાહાબાદ, ડિબ્રુગઢ-દીમાપુર, શિલાંગ-અગરતલા અને શિલાંગ-સિલચર સહિત વિવિધ રૂટ ઉપર તેની ફ્લાઈટ્સેને શરૂ કરવામાં આવી છે.
શું છે UDAN યોજના
ઉડે દેશનો સામાન્ય નાગરિક એટલે કે ઉડાન સ્કિમે આ વર્ષે ચાર વર્ષ પૂર્ણ કરે છે. ઉડાન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો અને એરપોર્ટના સંચાલકો દ્વારા પસંદગીની વિમાન કંપનિઓને નાણાકીય પ્રોત્સાહન દેવામાં આવે છે. કારણ કે, ઓછો ટ્રાફિક ધરાવતા એરપોર્ટથી સસ્તી ઉડાનને પ્રોત્સાહીત કરી શકાય.
લોકડાઉનમાં કેન્સલ થયેલી ટિકિટોમાં રિફંડ કર્યાં 1030 કરોડ રૂપિયા
તાજેતરમાં જ ઈન્ડિગોએ કહ્યું હતું કે, તેને સુપ્રિમ કોર્ટના આદેશ બાદ યાત્રિકોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું છે. સુપ્રિમકોર્ટના આદેશાનુસાર વિતેલા વર્ષમાં કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનના કારણે ઉડી ન શકનારા યાત્રિકોને તેની ટિકિટના સમગ્ર પૈસા પરત કરી દીધા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31