Last Updated on April 1, 2021 by
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સ્મિત ઉર્ફે લાલો અતુલ ભાઈ પટેલ છે. જે મૂળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની છે. આરોપીની ધરપકડ કરવા પાછળનું કારણ એવું હતું કે તેણે બે બહેનોના નગ્ન મોર્ફ ફોટા બનાવી યુવતી પાસે શારીરિક માંગણી કરી હતી અને ધમકી પણ આપી હતી કે જો યુવતી ના કહેશે તો તે તેના ફોટા વાયરલ કરી દેશે. જે માટે પોલીસથી બચવા આરોપીએ બનાવટી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યાં હતાં. જો કે સાયબર ક્રાઈમે તપાસ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
ઝડપાયેલ આરોપી સ્મિતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લાં એક વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે, 6 મહિના પહેલાં આરોપીએ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વિકાર કરતા યુવકે આ કૃત્ય કર્યું છે. ત્યારે સાયબર ક્રાઈમ હવે તે વાતની તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ યુવતીના મોર્ફ ફોટા બનાવ્યાં છે કે કેમ.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31