Last Updated on April 1, 2021 by
મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અરવિંદ સાવંતને પાર્ટીના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે. અત્યાર સુધી સંજય રાઉત જ પાર્ટીના મુખ્ય પ્રવક્તા હતા અને હવે આ જ હોદ્દો અરવિંદ સાવંદને પણ અપાયો છે. આ નિર્ણયને પાર્ટીમાં રાઉતનુ કદ ઘટાડવાની કવાયત તરીકે જોવાઈર હ્યો છે. સાસંદ સાવંત આ પહેલા પણ પાર્ટીના પ્રવક્તા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. શિવસેના જ્યારે એનડીએમાં હતી ત્યારે સાવંત શિવસેનામાંથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, રાઉતે સામનામાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર નિશાન સાધીને તેમને એક્સિડેન્ટલ હોમ મિનિસ્ટર ગણાવ્યા હતા અને એ પછી પાર્ટીએ સાવંતને પ્રવક્તા બનાવવાનો નિર્ણય લીધો છે. સામનામાં લખાયેલા લેખ બાદ કોંગ્રેસે રાઉતને સમજી વિચારીને બોલવાની સલાહ આપી હતી.

સાથે સાથે એ પણ નોંધવા જેવુ છે કે, તાજેતરમાં જ લોકસભાના મહિલા સાંસદ નવનીત રાણાએ અરવિંદ સાવંત પર ધમકી આપવાનો આરોપ મુક્યો હતો. આ મામલામાં સાવંત સામે કાર્યવાહી કરવાની પણ મહિલા સાંસદે માંગ કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
