Last Updated on April 1, 2021 by
ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે રાજ્યમાં મોરબીના મકનસર ગામે 200 કેસ આવતા જ ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજૂઆત કરી તેમના ગામમાં જરૂરી સાવચેતીના પગલાં લેવાની માંગ કરી છે. જરૂર પડે તો લોકડાઉન પણ કરો એવી પણ માંગ કરી છે. મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રના સબ સલામતના દાવા વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.
કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેમ કોરોનાના અસંખ્ય કેસ સામે આવી રહ્યાં છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલત અતિ ખરાબ છે. જેમાં મોરબીના મકનસર ગામે છેલ્લાં કેટલાંક દિવસોમાં અધધ 200 જેટલાં કેસ નોંધાયા હોવાનું સરપંચે જણાવ્યું છે. આથી, કોરોનાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તેમણે સઘન સર્વેની માંગ કરી છે.
ગામના નિર્દોષ લોકો આ ચેપી રોગનો ભોગ બને તેવી ભીતિ
મોરબીના મકનસર ગામના સરપંચ માવજીભાઈ ભીમજીભાઈએ જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે, મોરબીના મકનસર ગામે છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઇ છે અને મકનસર ગામમાં હાલમાં કોરોનાના 200 જેટલાં કેસ છે. જેથી ગામના નિર્દોષ લોકો પણ આ ચેપી રોગનો ભોગ બને તેવી ભીતિ છે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ તાત્કાલિક મકનસર ગામમાં આરોગ્ય ટીમ સાથે સઘન સર્વે કરી જરૂરી તકેદારીના પગલાં લે તેવી તેઓએ માંગ કરી છે. સાથો સાથ તેઓએ ગ્રામ પંચાયત સાથે મળીને કોરોના સામે ગામલોકોને રક્ષણ આપવા જરૂર જણાય તો ગામમાં લોકડાઉન કરવાની પણ તૈયારી દર્શાવી છે તેમજ ગામમાં તમામ નિયમોનો અમલ કરવા પણ જણાવ્યું છે.
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં જ નવા કેસનો આંક 2300ને પાર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત રોજ બુધવારના દિવસે ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે ગત રોજ બુધવારના રોજ વધુ નવા કેસોનો આંક 2300ને પાર થઇ ગયો છે. ગત રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 152 દર્દીઓ છે જ્યારે 12,458 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,90,569 છે તો કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3 અને વડોદરામાં 1 અને ખેડા અને મહીસાગરમાં પણ 1-1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31