Last Updated on April 1, 2021 by
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સૌથી મોટો સંગ્રામ નંદીગ્રામ બેઠક પર જોવા મળ્યો. પહેલા અહીં ભાજપના ઉમેદાર શુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો થયો તો બપોર થતા થતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર જ ગંભીર આક્ષેપ કરી દીધા.
લોકોને મતદાન કરતા રોકવામાં આવી રહ્યા છે : મમતા
મમતા બેનર્જી બપોરે બોયાલ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા અને મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યા કે અહીં યોગ્ય રીતે મતદાન નથી થઇ રહ્યું. બહારના લોકો સ્થાનિક લોકોને મતદાન કરતા રોકી રહ્યા છે. મમતા બેનર્જીની ફરિયાદ બાદ ચૂંટણી પંચના અધિકારીઓ તેમને મળવા પહોંચ્યા હતા અને તેમની તકલીફો જાણી હતી.
મમતાએ કર્યો રાજ્યપાલને ફોન
બંગાળના સીએમ મમતા બેનર્જીએ અહીં બેઠા બેઠા જ રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં આવે. મમતા બેનર્જીની ફરિયાદ બાદ રાજ્યપાલે ટ્વીટ કર્યું હતું, તેમણે લખ્યું હતું કે મમતા બેનર્જીએ એક ચિંતા વ્યક્ત કરી છે. મેં તેમને યોગ્ય પગલાં લેવાશે તેનું આશ્વાસન આપ્યું છે. આશા છે કે આશા રાખું છું કે યોગ્ય ભાવના સાથે કામ કરવામાં આવશે જેથી લોકતંત્ર આગળ વધી શકે.
ધરણા પર બેઠા મમતા
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘણા સમય સુધી નંદિગ્રામના બોયલ પબ્લિક સ્કૂલના બુથ નંબર સાત પર બેઠા રહ્યા. મમતા અહીં વિરોધ કરતા વહીલચેર પર જ ધરણા પર બેસી ગયા હતા અને સુરક્ષા દળોને લોકો પાસે મતદાન કરાવવા અપીલ કરી હતી.
કાર્યકર્તાઓએ પણ લગાવ્યા આરોપ
નંદીગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરો લગાવ્યા છે કે સવારથી જ લોકોને મતદાન નથી કરવા દેવામાં આવી રહ્યું. ટીએમસી કાર્યકર્તાઓનો આરોપ છે કે તેમના એજન્ટને પોલિંગ બૂથની અંદર નથી જવા દેવામાં આવી રહ્યા. લોકોને બળજબરી પૂર્વક મતદાન કરતા રોકવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યા કે તેમણે મતદાનમાં આવી રહેલી તકલીફોને લઈને ચૂંટણીપંચમાં પણ ફરિયાદ કરી છે. પરંતુ પંચ દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31