Last Updated on April 1, 2021 by
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા લવ-જેહાદ વિધેયક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી છે. તેઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘કોઈ રાજકીય ઈરાદા પાર કરવા હેતુસર બિલ ન હોવું જોઈએ. સરકાર કોરોના નથી રોકી શકતા, મોબાઈલ ચોરને નથી રોકી શકતા, બેરોજગારને રોજગારી નથી આપી શકતા, માત્ર હિંદુઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. ઉપરાંત તેમને છળ-કપટ કરનારને ફાંસી ચડાવાની તેમને હિમાયત પણ કરી હતી. ગુજરાતમાં એક વર્ષમાં 100 જેટલી યુવતીઓએ હિંદુઓ સાથે લગ્ન કર્યાનો ગૃહમાં ઉલ્લેખ કર્યો હતો. મહત્વનું છે કે, વિધાનસભા અધ્યક્ષે ગ્યાસુદ્દીન શેખને શાંતિથી બોલવા માટે જણાવ્યું હતું. જો કે, તેમને ઉશ્કેરાટમાં બોલતા અધ્યક્ષે બે મિનિટ માટે તેઓને બેસાડી દીધા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લવ જેહાદના કાયદા અંતર્ગત આરોપી સામે 5 વર્ષની કેદ તેમજ 2 લાખથી વધુ રકમના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે કે સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને 3 લાખથી વધુના દંડની જોગવાઇ કરવામાં આવી છે. લવ જેહાદ લગ્નમાં પાંચ વર્ષની સજા અને 2 લાખનો દંડ થશે.
- બળજબરીથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કેસમાં સખત પગલાં
- લવ જેહાદ લગ્નમાં પાંચ વર્ષની સજા અને 2 લાખનો દંડ
- એસટી-એસટી-સગીરાના કેસમાં 7 વર્ષની સજા, 3 લાખનો દંડ
- રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં લાવશે લવ જેહાદ કાયદો
- ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 તરીખે ઓળખાશે
- બળજબરથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા ગુનો ગણાશે
લવ જેહાદ લગ્નમાં પાંચ વર્ષની સજા અને 2 લાખનો દંડ
- લગ્ન કરનાર અને કરાવનાર બન્ને સામે ગુનો નોંધાશે
- સ્ત્રી પક્ષમાં લોહીના સબંધવાળી વ્યક્તિ ફરીયાદ કરી શકશે
- લગ્ન કરાવનાર સંગઠન સામે પણ ગુનો નોંધાશે
- લવ જેહાદમાં ગુનો બીન જામીન પાત્ર ગણાશે
- એસપી અને ડીવાયએસપી કરશે કેસની તપાસ
- મદદ કરનાર સંસ્થાના સંચાલકને 3થી 10 વર્ષની સજા
- વિધાનસભાના વર્તમાન સત્રમાં આવશે લવ જેહાદનો કાયદો
બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
- કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
- લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
- સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે
- લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ થશે કાર્યવાહી
- લગ્ન કરાવનાર સંસ્થા – સંગઠનો સામે પણ લેવાશે પગલાં
- આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
- ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે
- સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે
એટલું જ નહીં આ પ્રકારના લગ્ન કરનાર તેમજ કરાવનારાઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સ્ત્રી પક્ષના લોહીના સંબંધ ધરાવતાં કોઇ પણ સગાં-સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. લગ્નમાં મદદ કરનાર તેમજ લગ્ન કરાવનાર સંસ્થા અને સંગઠનો સામે પણ પગલાં લેવાશે. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે.અને આ ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી કરશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31