GSTV
Gujarat Government Advertisement

નવો નિયમ/ અમદાવાદમાં પ્રવેશવા પહેલાં RT-PCR ટેસ્ટ ફરજિયાત, એરપોર્ટ પરથી બહાર નીકળવાની નહીં મળે પરમીશન

Last Updated on April 2, 2021 by

અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનારાઓ માટે ૧ એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ફ્લાઇટ દ્વારા આગમન કરનારા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના ટેસ્ટ માટે અમદાવાદ એરપોર્ટમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીપોર્ટ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મુસાફરને એરપોર્ટમાં જ બેસવું પડશે. આ પછી રીપોર્ટ નેગેટિવ હશે તો જ તેને બહાર જવા દેવાશે.

રીપોર્ટ નેગેટિવ હશે તો જ તેને બહાર જવા દેવાશે.

કોરોનાના કેસમાં વધારો થતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે અને આ નિયમ આવતીકાલથી અમલી બનશે.અમદાવાદ એરપોર્ટ ખાતે હાલ દરરોજના સરેરાશ ૧૮૫૦૦ મુસાફરોની અવર-જવર નોંધાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ એરપોર્ટમાં આવતીકાલથી અન્ય રાજ્યના જે પણ મુસાફર આવશે તેનોRT-PCR ટેસ્ટ ચકાસવા માટે ખાસ ટીમ રાખવામાં આવી છે. જેમનો પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે જ તેમને અમદાવાદ એરપોર્ટથી બહાર જવા દેવાશે.

RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે જ તેમને અમદાવાદ એરપોર્ટથી બહાર જવા દેવાશે

અન્ય રાજ્યમાંથી આવનારા કોઇ મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના ટેસ્ટ માટે એરપોર્ટમાં જ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુસાફરનો ખાનગી લેબ દ્વારા RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ પછી રીપોર્ટ આવે નહીં ત્યાં સુધી તે મુસાફરના બેસવા માટે એરપોર્ટમાં જ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

READ ALSO

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33